જ્યોતિષીની આગાહી:8 જૂનથી મૃગશીર્ષ નક્ષત્રનો આરંભ થશે, જૂનમાં મધ્યમ, જુલાઈમાં ભારે વરસાદ પડશે
પ્રતીકાત્મક તસવીર.
- ગ્રહ-નક્ષત્રની સ્થિતિ સૂચવે છે કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં એકંદરે વરસાદ સારો પડશે
સૂર્ય જ્યારે મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે દેશમાં વરસાદની શરૂઆત થાય છે, પરંતુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે થાય છે. આ વર્ષે સૂર્ય 8મી જૂને મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ચોમાસાની શરૂઆત થશે અને સૂર્ય 21મી જૂન સુધી મૃગશીર્ષ નક્ષત્રમાં રહેશે. ગ્રહ-નક્ષત્રની સ્થિતિ સૂચવે છે કે આ વર્ષે એકંદરે વરસાદ સારો પડશે. જૂનમાં મધ્યમ અને જુલાઈમાં ભારે વરસાદ પડશે. જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગનો અભ્યાસ કરતા શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે આ વર્ષે રોહિણી નક્ષત્ર સમુદ્રકિનારે હોવાથી દરિયાકાંઠે વરસાદ સારો પડે.
ગ્રહ-નક્ષત્રના ગણિત પ્રમાણે ક્યારે કેટલો વરસાદ પડશે
- 8થી 21 જૂન દરમિયાન સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં રહેશે, પવન-બફારો, ક્યાંક વરસાદ.
- 22 જૂનથી 5 જુલાઈ સુધી સૂર્ય આદ્રા નક્ષત્રમાં રહેશે, વરસાદ મધ્યમ પડે.
- 6થી 19 જુલાઈ સુધી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં રહેશે, પવન સાથે સારો વરસાદ પડે.
- 20 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં રહેશે, છૂટોછવાયો વરસાદ થાય.
- 3થી 16 ઓગસ્ટ સુધી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં રહેશે, વરસાદ સારો થાય.
- 17થી 29 ઓગસ્ટ સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે, તોફાની પવન સાથે ભારે વરસાદ પડે
- 30 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધી સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે, સારો વરસાદ થાય.
- 13થી 26 સપ્ટેમ્બર સુધી સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે, વરસાદ સારો થાય.
- 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સૂર્ય હસ્ત નક્ષત્રમાં રહેશે, સામાન્ય વરસાદ થાય.
- 23 ઓકટોબર સુધી સૂર્ય ચિત્રા નક્ષત્રમાં રહેશે, ક્યાંક ભારે વરસાદ પડે.
- 24 ઓક્ટોબરથી 6 નવેમ્બર સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં રહેશે, ક્યાંક છાંટા પડે.
સૌરાષ્ટ્રમાં 1લી જૂનથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી
વાવાઝોડા બાદ સતત વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે તાપમાન આગામી દિવસોમાં 42 ડીગ્રી સુધી પહોંચી શકે છે અને રાજ્યમાં 1લી જૂનથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે અને બપોરના સમયે દક્ષિણ-પશ્ચિમી પવન વહેતા અસહ્ય બફારો પણ થશે. રાજ્યમાં 15થી 20 જૂન વચ્ચે વરસાદ દસ્તક આપશે, જેથી આગામી 15 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ પડશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले