જૂન 2022માં વસ્ત્રાલ, થલતેજ અને મોટેરા સુધી મેટ્રો દોડતી થશે, મેટ્રો ફેઝ-1નું 80.50 ટકા કામ પૂર્ણ થયું
મેટ્રો ફેઝ-2માં હાલ 6.50 ટકા કામ પૂર્ણ થયું છેસુરતમાં મેટ્રોનું 3.45 ટકા કામ પૂર્ણ થયું, અહીં મેટ્રો માર્ચ 2024માં દોડે એવી શક્યતાઓલોકસભાના પ્રશ્નોત્તરીકાળમાં મેટ્રો રેલની કામગીરી વિશે સરકારે માહિતી આપી હતી 2022ના વર્ષમાં જૂન માસમાં અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે.
- મેટ્રો ફેઝ-2માં હાલ 6.50 ટકા કામ પૂર્ણ થયું છે
- સુરતમાં મેટ્રોનું 3.45 ટકા કામ પૂર્ણ થયું, અહીં મેટ્રો માર્ચ 2024માં દોડે એવી શક્યતાઓ
- લોકસભાના પ્રશ્નોત્તરીકાળમાં મેટ્રો રેલની કામગીરી વિશે સરકારે માહિતી આપી હતી
2022ના વર્ષમાં જૂન માસમાં અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. આ માટે હાલમાં મેટ્રો રેલના કર્મચારીઓ દ્વારા દિવસરાત કામગીરી કરવામાં આવી રહી છે. લોકસભામાં સરકારે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજા તબક્કાનું કામ 6.50 ટકા પૂરું થયું છે. બીજા તબક્કાની મેટ્રો ડિસેમ્બર 2023માં દોડશે, એમ કેન્દ્ર સરકારના મંત્રીએ લોકસભામાં જણાવ્યું છે.
લોકસભામાં સરકારે મેટ્રો રેલની કામગીરીની માહિતી આપી
ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કર્ણાટકના સાંસદ સુમલથા અંબરીશ અને કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશે મેટ્રો રેલની કામગીરી અંગે પૂછેલા સવાલના જવાબમાં હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના રાજ્યમંત્રી કૌશલ કિશોરે મેટ્રો રેલની કામગીરીની પ્રગતિ વિશે માહિતી રજૂ કરી હતી, જેમાં ગુજરાતમાં અમદાવાદ અને સુરતની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં હાલમાં ફેઝ-1 અને ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે. એ ઉપરાંત સુરતમાં પણ મેટ્રો રેલની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં ફેઝ-1નું કામ 80.50 ટકા પૂર્ણ થયું
અમદાવાદમાં ફેઝ-1નું કામ 80.50 ટકા પૂર્ણ થયું છે, જેથી હવે ફેઝ-1ની મેટ્રો રેલ જૂન 2022 સુધીમાં દોડતી થઈ જશે. જ્યારે ફેઝ-2ની કામગીરી હજી 6.50 ટકા પૂર્ણ થયેલી છે, જેથી ફેઝ-2ની મેટ્રો ડિસેમ્બર 2023માં દોડતી થઈ જશે, એવું સરકારે લોકસભાના પ્રશ્નોત્તરીકાળમાં જણાવ્યું છે. અમદાવાદ સહિત સુરતમાં પણ મેટ્રોની કામગીરી પ્રગતિમાં હોવાનું સરકારે જણાવ્યું છે, પરંતુ સુરતમાં હજી મેટ્રોની કામગીરી માત્ર 3.45 ટકા જ પૂર્ણ થઈ છે, જેથી સુરતમાં હવે માર્ચ 2024માં મેટ્રો દોડતી થવાની શક્યતાઓ છે.
નોર્થ-સાઉથ કોરિડોરમાં 15 સ્ટેશન છે
મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીના 18.87 કિ.મી.લાંબા નોર્થ-સાઉથ કોરિડોરમાં 15 સ્ટેશન છે. સાબરમતી, એઇસી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ઓલ્ડ હાઇકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયાંશ ક્રોસિંગ, રાજીવનગર અને જીવરાજ સ્ટેશન રહેશે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરની લંબાઇ 21.16 કિ.મી. છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો કોરિડોર છે, એમાં 17 સ્ટેશન છે. નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એેપરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઇકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ સ્ટેશન વગેરે સ્ટેશનો રહેશે.
6.6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ બની ગયો
એપરલ પાર્કથી શાહપુર સુધી 6.6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ બની ગયો છે. કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર સ્ટેશન અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. હાલમાં અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. રેલવે-ટ્રેક પણ પાથરી દેવાયા છે અને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે. સાબરમતી નદી પરથી પણ મેટ્રો બ્રિજ પસાર થશે, જે હાલમાં બની ગયો છે. 298 મીટર લાંબો આ બ્રિજ અત્યાધુનિક પદ્ધતિથી બનાવાયો છે, જેમાં 1050 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. 5500 ક્યૂબિક મીટર ક્રોન્ક્રીટ વપરાયું છે. 6 પિલ્લર પર આ બ્રિજ ઊભો છે. 38.2 મીટરથી લઇને 43.8 મીટર સુધીનાં પિલ્લર છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને આ બ્રિજ જોડે છે. અમદાવાદમાં હાલમાં મેટ્રો રેલની કામગીરીને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે.
અમદાવાદ મેટ્રો ટ્રેનની 2003થી અત્યારસુધીની કામગીરી
- 2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું
- 2005માં ગુજરાત સરકારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ રિપોર્ટ મૂકતાં કેન્દ્ર સરકારે મંજૂરી આપી
- 2005માં પ્રોજેક્ટને પડતો મૂકી BRTS બસ સર્વિસને અગ્રતા આપી
- 2010માં ગુજરાત મેટ્રો રેલનું રેલ કોર્પોરેશન નવું નામકરણ કરાયું
- 2014માં ઓક્ટોબરમાં ફરી કેન્દ્ર સરકારે ફેઝ-1 માટે મેટ્રો પ્રોજેક્ટ મંજૂર કર્યો
- 2015માં 14 માર્ચે ફેઝ–1ની કામગીરીનો આરંભ થયો
- 2018માં ડિસેમ્બરના અંતમાં મુ્ન્દ્રા પોર્ટ પર 3 કોચ ઉતારાયા
- 2019માં 28 ફેબ્રુઆરીએ મેટ્રો ટ્રેનના 28 કિમીના ફેઝ–2ની કેન્દ્ર સરકારે મંજૂરી આપી
- 2019માં 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેન સેવાને લીલીઝંડી આપી મુસાફરી કરી
- 2019માં 6 માર્ચથી જાહેર જનતા માટે 6.5 કિમીની વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટની મેટ્રો ટ્રેન શરૂ થઈ
- 2020માં જાન્યુઆરીથી ફેઝ-2ની મેટ્રો રૂટ પર કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ થઈ
- 2020માં 28 ઓગસ્ટે એપરલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડ ડબલ ટનલનું ખોદકામ પૂર્ણ
- 2020માં કોરાનાને કારણે માર્ચમાં મેટ્રો ટ્રેન ચલાવવાનું બંધ કરવામાં આવ્યું
- 2020માં 7 સપ્ટેમ્બરથી ફરી કોરોના ગાઈડલાઈન્સ મુજબ, મેટ્રો ટ્રેન શરૂ કરાઈ
- 2021માં મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો હતો

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 460 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 460 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 518 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 567 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 791 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 792 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 792 दिन पहले

