देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 7 बार पढ़ी गई

જિંદગીનો અંતિમ વીડિયો:સંખેડાના યુવાને ભાવનગરના પાંચટોબરામાં આત્મહત્યા કરી, કહ્યું: મારી પત્નીના આડાસંબંધ છે, એટલે હું આત્મહત્યા કરૂ છું, મારા બાળકોને સાચવજો’

વતન સોનગીર ગામમાં પરિવારજનોએ તેની અંતિમ વિધિ કરી પોતાના નાના બાળકો અને માતા-પિતાને બહેનો સાચવે તેવી અપીલ કરીપોલીસે મૃતદેહે સોંપ્યા બાદ પરિવારે વતન સોનગીર ગામમાં યુવાનની અંતિમવિધિ કરી ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પાંચટોબરામાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના સોનગીર ગામના યુવાને અંતિમ વીડિયો ઉતારીને આત્મહત્યા કરી લીધી હતી.

Abhishek Raghuvanshi13 अगस्त 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પોતાના નાના બાળકો અને માતા-પિતાને બહેનો સાચવે તેવી અપીલ કરી
  • પોલીસે મૃતદેહે સોંપ્યા બાદ પરિવારે વતન સોનગીર ગામમાં યુવાનની અંતિમવિધિ કરી

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પાંચટોબરામાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના સોનગીર ગામના યુવાને અંતિમ વીડિયો ઉતારીને આત્મહત્યા કરી લીધી હતી. વિષ્ણુ તડવીએ તેના અંતિમ વીડિયોમાં જણાવ્યું હતું કે, મારી પત્ની અને રમેશભાઇ સાથે સંબંધ હોવાની ખબર પડી હતી. આવો પ્રોબ્લમ થયો એટલે હું આત્મહત્યા કરૂ છું.

યુવાને પત્ની અને વાડી માલિકની વાતચીત સાંભળી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના સોનગીર ગામનો યુવાન વિષ્ણુ મહેશ તડવી તેની પત્ની સાથે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પાંચટોબરામાં રમશભાઇ વાઘેલાની વાડીમાં ખેતમજૂરી કરતો હતો. આ દરમિયાન વાડી માલિક રમેશભાઇ સાથે તેની પત્નીના સંબંધો હોવાની જાણ થતાં વિષ્ણુ ભાંગી પડ્યો હતો અને પત્ની અને વાડી માલિકના આડા સંબંધોના પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું હતું. તેને પોતાના મોબાઇલના કોલ રેકોર્ડ પર મૂકી દીધા હતા. આ દરમિયાન પત્ની અને રમેશભાઇ વચ્ચેની વાતચીત રેકોર્ડ થઇ ગઇ હતી. આ વાતચીત સાંભળ્યા બાદ વિષ્ણુએ આત્મહત્યા કરવાનું નક્કી કરી દીધુ હતું.

વીડિયોને શેર કરવાની લોકોને અપીલ કરી
આત્મહત્યા કરતા પહેલા વિષ્ણુએ અંતિમ વીડિયો શૂટ કર્યો હતો અને આ વીડિયોને શેર કરવાની લોકોને અપીલ કરી હતી. આ વીડિયોમાં વિષ્ણુએ નાના બાળકોને બહેનોને સંભાળવા વિનંતી કરી હતી. સ્થાનિક પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ યુવાનનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. જેથી મૃતદેહ વતન સોનગીર ગામમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનોએ તેની અંતિમ વિધિ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

યુવાન કહે છે કે, મમ્મી-પપ્પનાને પણ સાચવજો
અંતિમ વીડિયોએમાં વિષ્ણુ તડવીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, હું વિષ્ણુ બોલુ છું, રમેશભાઇના ત્યાં ભાગીયા તરીકે કામ કરુ છું. મારી પત્ની અને રમેશભાઇ સાથે સંબંધ હોવાની ખબર પડી હતી. જેથી મારા મોબાઇલમાં વાતચીત રેકોર્ડ કરી હતી. જેથી તેઓ બંને વાતચીત કરતા તે મે સાંભળી હતી. તેમને હું સાથે જોઇ પણ ગયો હતો. આવો પ્રોબ્લમ થયો એટલે હું આત્મહત્યા કરૂ છું. મારા નાના-નાના છોકરા છે, મારી બહેનો થોડા દિવસ તેમને સાચવજો. મમ્મી-પપ્પનાને પણ સાચવજો. હું તેમનો એકનો એક છોકરો હતો અને હું જઉ છું. ધન્યવાદ, આ વીડિયો જરૂરથી શેર કરજો.

મૃતદેહ વતન સોનગીર ગામમાં લાવવામાં આવ્યો હતો
મૃતદેહ વતન સોનગીર ગામમાં લાવવામાં આવ્યો હતો

પત્ની સાથેના ઝઘડાથી કંટાળી યુવાને વીડિયો ઉતારી આપઘાત કર્યો હતો
6 મહિના પહેલા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં પત્ની સાથેના ઝઘડાઓથી કંટાળીને યુવાને ઝેર પીને આપઘાત કર્યો હતો. જોકે, આપઘાત કરતા પહેલા વિજય રાઠવાએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ યુવાન પણ કાઠિયાવાડ મજૂરી કામ કરતો હતો. અંતિમ વીડિયોમાં યુવાને જણાવ્યું હતું કે, મારી સાથે પત્નીએ દગો કર્યો છે, એટલે હું આત્મહત્યા કરું છું, અને મારું આત્મહત્યા કરવાનું કારણ ફક્તને ફક્ત મારી ઘરવાળી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવું આત્મહત્યા કર્યાં પહેલા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑