ગુજરાતમાં કોરાનાનો સત્તાવાર મૃત્યુઆંક 10,095 છે, કોરોનાથી મૃત્યુની સહાય માટે સરકારને 31,575 અરજીઓ મળી

By Abhishek Raghuvanshi
3 Min Read
સરકારે અરજી માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે
  • રાજ્ય સરકારે અત્યાર સુધી કુલ 31.69 કરોડ રૂપિયાની સહાય ચૂકવી
  • સમગ્ર રાજ્યમાં કુલ મળીને 6319 પરિવારોને સહાય ચૂકવાઈ
  • હજુ સરકારે 24 હજાર 797 અરજીઓ મંજૂર કરી નથી

ગુજરાતમાં કોરોનાની સહાય માટે હાલમાં વિવિધ જિલ્લાઓની કલેક્ટર કચેરીઓમાં લાંબી કતારો જોવા મળી રહી છે. જયારે સુપ્રિમ કોર્ટે કોરોનાના મૃતકોના પરિવારજનોને 50 હજાર સહાય આપવા નિર્દેશ કર્યો છે. ત્યારે ગુજરાત સરકારને કોરોનાની સહાય મેળવવા માટે 31 હજારથી વધુ અરજીઓ મળી છે. ટૂંકમાં કોરોનાના મૃત્યુઆંક કરતાં ત્રણ ગણી અરજીઓ મળી છે. આ જોતાં કોરોનાના મૃત્યુઆંકને લઇને સરકાર સામે શંકાની આંગળી ચિંધાઇ છે. ગુજરાતમાં કોરાનાનો મૃત્યુઆંક 10 હજાર 095 છે. રાજ્ય સરકાર ખોંખારો ખાઇને કહી રહી છે કે,અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં કોરોનોનો મૃત્યુઆંક ઘણો ઓછો છે.

અત્યાર સુધી કુલ 31.69 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઇ
સુપ્રિમે આદેશ કરતાં ગુજરાત સરકારે કોરોનાના મૃતકોને નાણાંકીય સહાય આપવાનું શરૂ કર્યુ છે. રાજ્ય સરકારને અત્યાર સુધી 31 હજાર 575 અરજીઓ મળી છે. તે પૈકી 6779 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.સરકારે દાવો કર્યો છે કે,અત્યાર સુધી કુલ 31.69 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઇ છે. સમગ્ર રાજ્યમાં કુલ મળીને 6319 પરિવારોને સહાય ચૂકવવામાં આવી છે. હજુ સરકારે 24 હજાર 797 અરજીઓ મંજૂર કરી નથી. લોકોની ફરિયાદ છે કે,અધિકારીઓ કોઇને કોઇ બહાના આગળ ધરીને સહાય માટે અરજદારોને ધક્કા ખવડાવે છે.

કલેક્ટર કચેરીઓમાં અરજી માટે લાંબી કતારો
શરૂઆતના તબક્કામાં સરકારે અટપટા નિયમો લાદી કોરોનાથી મૃત્યુ થયુ હતુ કે કેમ તે નક્કી કરવા માટે પણ કમિટી બનાવી હતી. સુપ્રિમ કોર્ટે લોકોને ધરમ ધક્કા ખવડાવવાની નીતિને પગલે ગુજરાત સરકાર પર ફટકાર લગાવી હતી. એટલું જ નહી, અલાયદુ પોર્ટલ બનાવવાનો આદેશ કર્યો હતો. જેથી મૃતકના પરિવારજનો સરળતાથી અરજી કરી શકે.અત્યારે પણ અમદાવાદ સહિત ગુજરાતભરમાં જિલ્લા કલેક્ટર કચેરીઓએ કોરોનાની સહાય મેળવવા લાંબી કતારો લાગી છે.

સહાય મેળવનારાઓની સંખ્યા વધી શકે છે
આ જોતાં હજુ ય સહાય મેળવનારાઓની સંખ્યા વધી શકે છે. અમદાવાદ કલેક્ટર કચેરીએ કોરોનાની સહાય મેળવવા કુલ 4501 અરજીઓ થઇ છે તૈ પૈકી 1848 અરજીઓ મંજૂર કરાઇ છે જયારે 1792 અરજદારોને સહાય ચૂકવવામાં આવી છે. આ કારણોસર કોરોનાના મૃત્યુઆંક મોટો છે તે પુરવાર થશે. એટલું જ નહીં, કોરોનાનો મૃત્યુઆંક છુપાવવાની સરકારની દાનત પણ લોકો સમક્ષ ખુલ્લી પડશે.

- Advertisement -

જિલ્લાઓમાં આવેલી અને મંજુર થયેલી અરજીઓ

જીલ્લોઅરજીઓમંજૂર અરજી
અમદાવાદ45011848
અમરેલી37166
આણંદ72545
અરવલ્લી39971
બ.કાં1046107
ભરૂચ572109
ભાવનગર850242
બોટાદ11013
છોટાઉદેપુર19231
દાહોદ24038
ડાંગ6418
દ્વારકા24276
ગાંધીનગર3255405
ગીરસોમનાથ93962
જામનગર667287
જૂનાગઢ667217
ખેડા58044
કચ્છ56488
વડોદરા2305600
રાજકોટ2889511
પાટણ489101
સાબરકાંઠા1248117
સુરત42411254
વલસાડ63545
પોરબંદર20117
પચમહાલ50557
Exit mobile version