આજે લંડન, કેન્યા અને સિંગાપોર સહિત 9 દેશમાંથી અમદાવાદ આવનારી 14 ફ્લાઇટમાં 2 હજારથી વધુ મુસાફરો આવશે

By Abhishek Raghuvanshi
4 Min Read
  • એરપોર્ટ પર તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે
  • લંડન, સિંગાપોર સિવાયના મુસાફરોને રેન્ડમલી RT-PCR ટેસ્ટ બાદ જવા દેવાશે

નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં થઇ રહેલા સતત વધારાને પગલે કોરોના વાઇરસ ફરી માથું ઊચકે એવી દહેશત વ્યાપી ગઇ છે. વિદેશથી આવનારા મુસાફરો પર વોચ વધારવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આજે વિદેશમાંથી 14 ફ્લાઇટમાં 2 હજારથી વધુ મુસાફરો આવશે. અમદાવાદ એરપોર્ટમાં આગામી 24 કલાકમાં જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આવવાની છે એમાં ‘હાઇ રિસ્ક કન્ટ્રી’ લંડન-સિંગાપોરનો પણ સમાવેશ થાય છે.

વિદેશથી આવનારા મુસાફરોના આગમનને પગલે તંત્ર સાબદું થઇ ગયું
ગત શુક્રવારે આ ફ્લાઇટ લંડનથી અમદાવાદ આવી ત્યારે તેમાં એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આજે રાત્રે 9.50 વાગ્યે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદ આવશે. આ ફ્લાઇટમાં પણ 200 જેટલા મુસાફરો હોવાનો અંદાજ છે. બ્રિટન-સિંગાપોર હાઇ રિસ્ક કન્ટ્રીમાં સામેલ છે. જેના પગલે આ ફ્લાઇટના તમામ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. RTPCR ટેસ્ટના રીઝલ્ટ બાદ જ આ મુસાફરોને જવા દેવામાં આવશે. લંડન, સિંગાપોર સિવાયના મુસાફરોને રેન્ડમલી RTPCR ટેસ્ટ બાદ જવા દેવાશે. આજે એક જ દિવસમાં 2 હજાર જેટલા વિદેશથી આવનારા મુસાફરોના આગમનને પગલે તંત્ર સાબદું થઇ ગયું છે.

તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે ( ફાઈલ ફોટો)

એરપોર્ટ પર બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે
અમદાવાદ એરપોર્ટ પર બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. એક રેપીડ RTPCR જેમાં માત્ર 1 જ કલાકમાં રિપોર્ટ આવી જાય છે.જ્યારે અન્ય એક નોર્મલ RTPCR ટેસ્ટ જેનો રિપોર્ટ 8થી 10 કલાકે આવે છે. જો રેપિડ RTPCR કરવો તો તેનો ચાર્જ 2700 વસુલવામાં આવે છે, જ્યારે નોર્મલ RTPCRનો ચાર્જ 400 વસુલવામાં આવે છે. કોઈ મુસાફર કોવિડ ટેસ્ટ કરવી ઝડપથી જ બહાર નીકળવા ઈચ્છતો હોય છે જેથી તેને 2700 રૂપિયા ચૂકવવા પડે છે. જો પાંચ સભ્યોના પરિવાર સાથે કોઈ મુસાફર આવતો હોય તો તેને ટેસ્ટ માટેના જ 13 હજાર 500 જેટલો ચાર્જ ચૂકવવો પડે છે. આટલી મોટી રકમના ચૂકવવી હોય તો તેને 8 થી 10 કલાક ટર્મિનલ પર ફરજીયાત બેસી રહેવું પડે એટલે મજબૂરીના માર્યા પણ ખિસ્સા પર બોઝ નાખવો પડે છે.

હાઈ રિસ્ક કન્ટ્રી સિવાયના દેશોમાંથી આવતા મુસાફરોના રેન્ડમલી RTPCR ટેસ્ટ કરાશે ( ફાઈલ ફોટો)

એરપોર્ટ પર અલગ અલગ ત્રણ પ્રકારે કામગીરી ચાલે છે
એરપોર્ટ પર અલગ અલગ ત્રણ પ્રકારે કામગીરી ચાલે છે. જેમાં સ્ક્રીનીંગ ડોક્યુમેન્ટેશનની કામગીરી જિલ્લા આરોગ્ય કર્મચારીને સોંપાઇ છે. જ્યારે કોઈ પોઝિટિવ આવે તો તેને શિફ્ટ કરવાની કામગીરી AMC ને સોંપવામાં આવી છે. તો એ સિવાયની કામગીરી અમદાવાદ એરપોર્ટ દ્વારા કરવામાં આવે છે. એરપોર્ટ મીડિયમ રિસ્ક વાળા દેશમાંથી આવતા મુસાફરોના 2 ટકાના ધોરણે રેન્ડમ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એટલે કે, 100 મુસાફરોમાંથી કોઈપણ બે મુસાફરને પસંદ કરી તેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવે છે. હવે કયા મુસાફરના ટેસ્ટ કરવા તે એરપોર્ટ ઓથોરિટીના લોકો પસંદ કરે છે. ત્યારે સવાલ એ છે કે રેન્ડમ સિલેક્ટ કરવામાં જો કોઈ પોઝિટિવ કે માઈલ્ડ સીમટમ્સ વાળા દર્દી શહેરમાં પ્રવેશી જાય તો જવાબદારી કોની?

- Advertisement -

વિદેશથી આજે આટલી ફ્લાઇટ અમદાવાદ આવશે

દેશસમયમુસાફરો
દોહારાત્રે 2.05186
અબુધાબીરાત્રે 2.35175
કુવૈતરાત્રે 2.50110
દુબઇરાત્રે 2.55173
લંડનરાત્રે 3.10200
દુબઇરાત્રે 3.45160
શારજાહસવારે 4.35200
કુવૈતસવારે 7.55150
દુબઇસવારે 8.05135
કુવૈતસાંજે 6.05140
શારજાહસાંજે 7.20170
સિંગાપોરરાત્રે 9.50200
નૈરોબીરાત્રે 10.30135
મસ્કતરાત્રે 11.35155
Exit mobile version