ગુજરાતમાં કાતિલ ઠંડી:રાજ્યમાં ઠંડી 3 ડીગ્રી ગગડીને 9.9 ડીગ્રીએ પહોંચી, આબુમાં માઇનસ 3 ડીગ્રીથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ, આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરી છે રાજ્યમાં વર્તમાન સીઝનમાં નલિયા 4 ડીગ્રી નીચું તાપમાન સાથે ઠંંડુંગાર બન્યું છે, સાથે જ સાત શહેરનું તાપમાન 10 ડીગ્રીથી ઓછું નોંધાયું છે.
- હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરી છે
રાજ્યમાં વર્તમાન સીઝનમાં નલિયા 4 ડીગ્રી નીચું તાપમાન સાથે ઠંંડુંગાર બન્યું છે, સાથે જ સાત શહેરનું તાપમાન 10 ડીગ્રીથી ઓછું નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય રીતે અત્યારે જે તાપમાન હોવું જોઇએ એના કરતાં 3 ડીગ્રી ઓછી ઠંડી નોંધાઈ છે. શહેરમાં હજુ ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાન 12 ડીગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ગુરુવારે શહેરનું લઘુતમ તાપમાન 9.9 ડીગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડીગ્રી ઓછું હતું. શહેરમાં આખો દિવસ ઠંડો પવન ફૂંકાયો હતો. 4.4 ડીગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. કચ્છ, સૌરાષ્ટ્ર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં બે દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો 9 ડીગ્રી
રાજસ્થાનમાં ગઈકાલે રાત્રે 9 શહેરોમાં 5 ડીગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે માઇનસ 3 ડીગ્રી કડકડતી ઠંડીને કારણે બપોરના સમયે તડકો પડતાં હોવા છતાં લોકોને રાહત મળી નથી. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 20થી 25 ડીગ્રી વચ્ચે હતો. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો 9 ડીગ્રી સુધી પહોંચી જતાં લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે. આબુમાં સવારે 11 વાગ્યા સુધી ભારે ઠંડીના કારણે લોકો બહાર નીકળતાં પણ ડરે છે. મોટા ભાગના પ્રવાસીઓ બપોરના સમયે જ આબુમાં ફરવા માટે નીકળી રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો બફર જામી ગયો હોય એવાં દૃશ્યો જોવા મળે છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની સૌથી વધુ અસર
આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની અસર જોવા મળશે. ઠંડીને કારણે કચ્છમાં વહેલી સવારે તેમજ સાંજના સમયે રસ્તા અને હાઇવે ખાલીખમ જોવા મળી રહ્યા છે. ઠંડીને કારણે જિલ્લાના મુખ્ય શહેર ભુજનાં બજારો પણ વહેલા બંધ થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેને કારણે આગામી બે દિવસ કૉલ્ડવેવની સ્થિતિ રહેશે.
અમદાવાદ આવતી-જતી 18 ફ્લાઈટ લેટ
ભારે ઠંડીને પગલે ઉત્તર ભારતમાં ધુમ્મસથી અમદાવાદ આવતી-જતી 18 ફ્લાઈટ 45 મિનિટથી માંડી 2.30 કલાક સુધી લેટ પડી હતી. ગો-એરની 9, સ્પાઈસ જેટની 6 ફ્લાઈટ મોડી પડી હતી.
ગો-એરની સૌથી વધુ 9 ફ્લાઈટ મોડી પડી
ગો એર
અમદાવાદ-વારણસી 2.14 કલાક
અમદાવાદ-બેંગલુરુ 1.17 કલાક
અમદાવાદ-ગોવા 55 મિનિટ
અમદાવાદ-બેંગલુરુ 1.5 કલાક
અમદાવાદ-ચેન્નઇ 50 મિનિટ
બેંગલુરુ-અમદાવાદ 59 મિનિટ
ચંદીગઢ-અમદાવાદ 1.16 કલાક
બેંગલુરુ-અમદાવાદ 1.5 કલાક
ગોવા-અમદાવાદ 55 મિનિટ
ઇન્ડિગો
અમદાવાદ-ચંદીગઢ 52 મિનિટ
ચંદીગઢ-અમદાવાદ 1 કલાક
દેહરાદૂન-અમદાવાદ 45 મિિનટ
સ્પાઇસ જેટ
અમદાવાદ-દરભંગા 45 મિનિટ
અમદાવાદ-કાનપુર 1.10 કલાક
અમદાવાદ-પુણે 45 મિનિટ
દરભંગા-અમદાવાદ 1.11 કલાક
કાનપુર-અમદાવાદ 1.10 કલાક
પટના-અમદાવાદ 45 મિનિટ

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले