देश की बात, आपके शहर से
Indore24°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 11 बार पढ़ी गई

કોરોના વેક્સિનેશનનો ડ્રાય રન LIVE:સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વેક્સિન દિલ્હીમાં નહીં પણ આખા દેશમાં ફ્રીમાં મળશે

કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો.

Abhishek Raghuvanshi2 जनवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો. તેમણે કહ્યું કે, અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને સરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલીયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણ લોકોએ વેક્સિન લગાવડાવી અને આજે દેશ પોલિયો મુક્ત થઈ ચૂક્યો છે.સાથે જ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વેક્સિન દિલ્હીમાં નહીં પણ આખા દેશમાં ફ્રીમાં લગાડવામાં આવશે

અપડેટ્સ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, 4 રાજ્યોમાં વેક્સિનેશનના ડ્રાય રનથી જે ફિડબેક મળ્યો, તેને આજના ડ્રાય રનની ગાઈડ લાઈનમાં સામેલ કરાયો છે.

तस्वीरों में खबर3 फोटो
કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે સૈલજાએ તિરુવનંતપુરમના પીરુકાડામાં ડ્રાય રનનો રિવ્યૂ કર્યોબેંગલુરુના કામાક્ષીપાલ્યામાં પ્રાઈમરી હેલ્થ સેન્ટર પર ડ્રાય રન ચાલી રહ્યો છેસ્વાસ્થ્ય મંત્રી GTB હોસ્પિટલમાં હેલ્થ વર્કર્સ સાથે વાત કરતા.

બૃહત બેંગલુરુ મહાનહર પાલિકાના સ્પેશિયલ કમિશનરે જણાવ્યું કે, ડ્રાય રનથી વેક્સિનેશનની પ્રોસેસને મદદ મળશે. બેંગલુરુમાં 1.65 લાખ હેલ્થકેર વર્કર્સ વેક્સિનેશનમાં સામેલ થશે.

ડ્રાય રન કેવી રીતે થશે?
ડ્રાય રનની પ્રોસેસમાં વેક્સિનેશન ઉપરાંત ચાર સ્ટેપ સામેલ કરાશે, જેમાં 1. બેનિફિશિયરી(જે લોકોને ડમી વેક્સિન લગાવવાની છે)ની માહિતી. 2. જ્યાં વેક્સિન આપવાની છે એ જગ્યાની માહિતી. 3. સ્થળ પર ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન. 4. વેક્સિનેશનની મોક ડ્રિલ અને રિપોર્ટિંગની માહિતી અપલોડ કરવાનું સામેલ છે.

ડ્રાય રનમાં પહેલા લિસ્ટમાં સામેલ અમુક લોકોને ડમી વેક્સિન આપવામાં આવશે. આ દરમિયાન વેક્સિનેશન શરૂ કરતાં પહેલાં જરૂરી વ્યવસ્થાનો રિવ્યૂ કરાશે, જેનાથી અસલી વેક્સિનેશન દરમિયાન આવનારી સંભવિત મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરી શકાય.

દરેક સાઈટ પર મેડિકલ ઓફિસર ઈનચાર્જ 25 બેનિફિશિયરીને પસંદ કરશે. દરેક સેન્ટર પર ત્રણ રૂમ હશે. પહેલો રૂમ વેઈટિંગ માટે હશે, જેમાં હેલ્થવર્કરની પૂરેપૂરી માહિતીનો ડેમો મેચ હશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે. ત્રીજા રૂમમાં વેક્સિન લગાવનારને 30 મિનિટ રાખવામાં આવશે, જેથી તેને કોઈ પરેશાની થાય તો સારવાર કરાવી શકાય.

ડ્રાય રનમાં આ બેનિફિશિયરી હેલ્થવર્કર્સ જ રહેશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે તે બેનિફિશિયરીનો ડેટા Co-WIN એપ પર અપલોડ કરે. આ વેક્સિનની ડિલિવરી અને મોનિટરિંગનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ પ્રોસેસ પછી Co-WIN ઉપયોગી નીવડશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે લગભગ 96 હજાર વેક્સિનેટરને વેક્સિનેશનની ટ્રેનિંગ આપવામાં આવી છે. 2360 પાર્ટિસિપેન્ટ્સને નેશનલ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ ઈન્સ્ટિટ્યૂટમાં અને 719 જિલ્લામાં 57 હજારથી વધુ પાર્ટિસિપેન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવી છે. વેક્સિનથી સંબંધિત કોઈપણ માહિતી કોઈપણ રાજ્યમાં 104 નંબર ડાયલ કરીને મેળવી શકાશે.

UPમાં લખનઉના 6 સેન્ટર પર ડ્રાય રન
રાજધાની લખનઉમાં સહારા હોસ્પિટલ, આરએમએલ હોસ્પિટલ, કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, SGPI અને માલ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર વેક્સિનનો ડ્રાય રન કરાશે, સાથે જ પાંચ જાન્યુઆરીએ એ સમગ્ર રાજ્યના મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં થશે. અત્યારસુધી પાંચ લાખથી વધુ સ્વાસ્થ્ય ટીમે દેખરેખ હેઠળ 3.10 કરોડ ઘરને કવર કર્યાં છે. 15.08 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના 4 જિલ્લામાં ડ્રાય રન થશે
અહીં પુણે, નાગપુર, જાલના અને નંદુરબારમાં વેક્સિનનો ડ્રાય રન કરાશે.

બિહારના 3 જિલ્લામાં ડ્રાય રન
પટનામાં આ અંગે ત્રણ સેન્ટર નક્કી કરવામાં આવ્યાં છે, જેમાં શાસ્ત્રીનગર શહેરી સ્વાસ્થ્ય કેન્દ્ર, ફૂલવારી PHC અને દાનાપુર હોસ્પિટલમાં આ ડ્રાય રન થશે. પટના ઉપરાંત જમુઈ અને બેતિયામાં પણ એક-એક સેન્ટર પર ડ્રાય વેક્સિનેશન કરાશે.

કર્ણાટકના પાંચ જિલ્લામાં ડ્રાય રન થશે
રાજ્યના પાંચ જિલ્લા બેંગલુરુ, અર્બન, મૈસૂર, શિવમોગા, બેલગાવી અને કલબુર્ગીમાં વેક્સિનનો ડ્રાય રન કરાશે. દરેક જિલ્લામાં ત્રણ સાઈટ હશે. એક જિલ્લામાં એક તાલુકામાં અને એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં.

પંજાબમાં માત્ર પટિયાલામાં ડ્રાય રન થશે
અહીં પટિયાલામાં ત્રણ સેન્ટર પર 2 અને 3 જાન્યુઆરીએ ડ્રાય રન કરાશે. આ સેન્ટર છે- ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સદ્ધાવના હોસ્પિટલ અને શતરાણના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર. સ્વાસ્થ્યમંત્રી બલબીર સિંહ સિદ્ધુએ આ માહિતી આપી હતી.

હરિયાણાના પંચકૂલામાં ડ્રાય રન થશે
અહીં માત્ર પંચકૂલા જિલ્લાની ત્રણ સાઈટ્સ પર ડ્રાય રન કરાશે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.સૂરજભાન કંબોજે શુક્રવારે આ માહિતી આપી હતી.

મધ્યપ્રદેશમાં એક જિલ્લામાં ડ્રાય રન થશે
રાજધાની ભોપાલમાં ત્રણ પોઈન્ટ પર ડ્રાય રન થશે, જેના માટે લોકોનું Co-WIN પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. ત્યાર પછી તેમને મેસેજ દ્વારા વેક્સિનેશન માટે સમય અને સ્થળ વિશે જણાવવામાં આવશે. આ મોક ડ્રિલની વિગત અને આંકડા કેન્દ્રને મોકલવામાં આવશે.

ગુજરાતના ચાર જિલ્લામાં ડ્રાય રન
રાજ્યના ચાર જિલ્લામાં ડ્રાય રન કરાશે. આ જિલ્લા છે- દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદ. રાજ્યના હેલ્થ કમિશનર જય પ્રકાશ શિવહરેએ શુક્રવારે આ માહિતી આપી હતી.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑