આટકોટ પાસે મધરાતે કાર પલટી મારી ચાર ગોથાં ખાઈ ખેતરમાં પડી, જસદણ ભજનમાં જતા 4 મિત્રમાંથી એકનું મોત, મૃતક માતા-પિતાનો એકનો એક પુત્ર હતો
રોડથી આશરે 100 ફૂટ દૂર ફંગોળાઈને ખેતરમાં પડી.
- 3 મિત્રને ગંભીર ઇજા પહોંચતાં પ્રથમ જસદણ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા
રાજકોટ-ભાવનગર હાઇવે પર જસદણના વીરનગર ગામ પાસે ગત મધરાતે કાર પલટી મારી ચાર ગોથાં ખાઈ ખેતરમાં જઈને પડી હતી. જસદણ ભજનમાં જતા ચાર મિત્રોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતથી રાત્રે આટકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે જસદણ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી મારી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ-ભાવનગર હાઈવે પર વીરનગર ગામ પાસે ગોળાઇમાં રાત્રે બે વાગ્યે ટાટા નેક્સોન કારના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, આથી કાર રોડ પર ચાર ગોથા ખાઈ ગઈ હતી અને બાજુના ખેતરમાં ઊછળીને પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર મહેક ભાવેશભાઈ મકવાણા (ઉં.વ. 32)નું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પાર્થ રાજનાથસિંહ, હરદીપસિંહ અને ધ્રુવરાજસિંહને ગંભીર ઈજા પહોંચતાં જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહેક તેનાં માતા-પિતાનો એકનો એક પુત્ર હતો
પરંતુ ઇજા ગંભીર હોવાને કારણે ત્રણેયને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે 108ની દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. મહેક તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો છે. આ ચારેય મિત્રો જસદણ ભજનમાં આવતા હતા ત્યારે વીરનગર પાસે અકસ્માત નડ્યો હતો. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનના PSI કે.પી. મેતા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले