સી.આર.પાટીલે કહ્યું- ધર્મ વગરનું રાજકારણ અનીતિને નોતરે છે; CM ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત, અમિત શાહનો કાર્યક્રમ રદ્દ

By Abhishek Raghuvanshi
4 Min Read
પ્રથમ દિવસે CM ભુપેન્દ્રભાઈ પટેલ સરધાર સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત રહ્યા
  • અંદાજિત 3 લાખથી વધુ હરિભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે

રાજકોટમાં સરધાર સ્વામિનારાયણ મંદિરે આજથી આઠ દિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે પ્રથમ દિવસે જ સવારે CM ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સરધાર સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના હતા. જેમનો કાર્યક્રમ હાલ રદ થયો છે.

બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું
CM ભુપેન્દ્રભાઈ પટેલે પ્રવચનનો પ્રારંભ કુન્નુરમાં સીડીએસ જનરલ બીપીન રાવત સહિત 13 શહીદોને શ્રદ્ધાંજલી સાથે કર્યો હતો અને રાષ્ટ્રને ભારે ખોટ પડયાનું જણાવેલ હતું. ત્યારબાદ સીડીએસ જનરલ બીપીન રાવત સહિતના 13 શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા બે મીનીટનું મૌન પાળવામાં આવેલ હતું.

ધર્મ અને રાજકરણ અલગ હોવા જોઈએ : પાટીલ

ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થશે
આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે દરબારગઢમાં ચાતુર્માસ ગાળ્યું છે અને શ્રીજી મહારાજે ત્યારે ભવિષ્યવાણી કરી હતી કે સરધારમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થશે જેનું આજે સાકાર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. શ્રીજી મહારાજે આપેલા આશીર્વાદ સાર્થક થયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

મંદિરનું પ્રધાનમંત્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યું
આ મહોત્સવમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, લોકો કહે છે ધર્મ અને રાજકરણ અલગ હોવા જોઈએ પણ ધર્મ વગરનું રાજકારણ અનીતિ ને નોતરે છે. આપણા પ્રધાનમંત્રી એ અનેક મંદિરના જીર્ણોધ્ધાર કર્યા છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરનું પ્રધાનમંત્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યું છે.આ પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલ CDS જનરલ બિપિન રાવત દેશને શ્રદ્ધાંજલિ આપી હતી.

- Advertisement -
સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મહોત્સવનો શુભારંભ કર્યો

સરધારમાં પોથીયાત્રા નિકળી હતી
આજે વહેલી સવારે સરધારમાં પોથીયાત્રા નિકળી હતી ત્યારબાદ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મહોત્સવનો શુભારંભ કર્યો હતો.

CM અને પાટીલે સંતોના આશીર્વાદ લીધા

અંદાજિત 3 લાખથી વધુ હરિભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે
સૌરાષ્ટ્રભરમાંથી દરરોજ અંદાજિત 3 લાખથી વધુ હરિભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે. ભાવિકો માટે રહેવા અને ભોજન પ્રસાદ માટે જિલ્લા વાઈઝ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભાવિકોની ભીડ ન થાય.

9.30 કલાકે મહોત્સવનું ઉદઘાટન, દીપ પ્રાગટય, સ્વાગત નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું

દિવસભર આ કાર્યક્રમ યોજાશે
આજે સવારે 8.30 કલાકે પોથીયાત્રા, 9.15 કલાકે અખંડ ધૂનનો પ્રારંભ, 9.30 કલાકે મહોત્સવનું ઉદઘાટન, દીપ પ્રાગટય, સ્વાગત નૃત્ય, આશીર્વચન તથા સવારે 10.30 કલાકે કથાનો પ્રારંભ થયો હતો. આવતીકાલે 11 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે યજ્ઞ પ્રારંભ, સાંજે 5.30 કલાકે ઘનશ્યામ પ્રાગટયોત્સવ, રાત્રે 9 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

અંદાજિત 3 લાખથી વધુ હરિભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે

સરધાર ગામની 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને મુલાકાત લીધી હતી
રાજકોટ-ભાવનગર રોડ પર સરધાર ગામની 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને મુલાકાત લીધી હતી. અહીં નિત્યસ્વરૂપદાસજી સ્વામીના નેજા હેઠળ સ્વામિનારાયણના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે, જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શરૂ થયો છે.

ભોજન પ્રસાદ માટે જિલ્લા વાઈઝ વ્યવસ્થા કરવામાં આવી છે

ગૃહમંત્રીનો કાર્યક્રમ રદ
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના હતા અને તેમના હસ્તે સરધાર ખાતે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવનારી બોયઝ હોસ્ટેલનું ભૂમિપૂજન થવાનું હતું પરંતુ હાલ તેમનો કાર્યક્રમ રદ થયો છે.

Exit mobile version