રિપોર્ટમાં દાવો:PM મોદી-મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં વેક્સિન લગાવશે; આ તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લાગશે

By Abhishek Raghuvanshi
1 Min Read
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરીએ કોરોના વેક્સિનેશનની શરૂઆત કરી હતી. પહેલા તબક્કામાં 3 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન લગાવાઈ રહી છેઃફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓ કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં વેક્સિન લગાવશે.વેક્સિનેશનના બીજા તબક્કામાં દેશના એવા 75% સાંસદ, મુખ્યમંત્રી અને નેતાઓને વેક્સિન અપાશે જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરાઈ રહ્યો છે. કોરોના વેક્સિન અંગે અમુક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. કોંગ્રેસ સહિત વિપક્ષના અમુક નેતાઓએ કહ્યું હતું કે, વડાપ્રધાને પહેલા પોતે વેક્સિન લેવાની હતી.

પહેલા તબક્કાનું વેક્સિનેશન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. જેમાં 3 કરોડ ફ્રન્ટલાઈન વર્ક્સને વેક્સિન લાગે છે. ત્યારપછી 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહેલા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન લગાવાશે.

Exit mobile version