ચક્ષુદાન:સુરતમાં રમતા બાળકને કારે કચડતાં મોત, પરિવારે માસૂમની આંખોનું દાન કરી કહ્યું,-‘દીકરો ગૂમાવ્યો પણ તેની દ્રષ્ટિ જીવિત રહેશે’

By Abhishek Raghuvanshi
3 Min Read
બાળકની જગ્યાએ હવે તેની ભાવવાહી આંખો જગતને નિહાળતી રહેશે.
  • સાડા ત્રણ વર્ષના બાળકની આંખોથી બે વ્યક્તિની અંધારી દુનિયા રંગીન થશે

સુરતના સિટી લાઈટના સૂર્ય પ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે સાડા ત્રણ વર્ષનું બાળક માસુમ કચડાય ગયું હતું. ગુરુવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ માસૂમના મૃતદેહને જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પીડિત પિતાએ જણાવ્યું હતું કે, ‘અમે દીકરો ગુમાવ્યો છે પણ એની આંખ કોઈનામાં જીવિત રહેશે, તો અમને જોશે, બસ એ જ અમારી યાદ રહેશે’તેમ કહી સાડા ત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વિકારી હોવાનું ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે, બાળકોની આંખો ભાગ્યે દાનમાં આવતી હોય છે. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે.

રમતા બાળકને અડફેટે લેવાયો
મનીષ જૈન (મૃતક બાળકના પારિવારિક મિત્ર) એ જણાવ્યું કે, ઘટના ગુરુવારની સાંજે બની હતી. માસુમ સેવર (ઉ.વ. 3.5) કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં બાળ મિત્રો સાથે રમતો હતો. ત્યારબાદ કોઈ સફેદ કલરની કાર સેવરને કચડી ને ભાગી ગઈ હતી. બાળકોના કલ્પાંતને લઈ સોસાયટીવાસીઓ ભેગા થઈ ગયાં હતાં. સેવરને લોહીના ખાબોચિયામાં જોઈ ધ્રુજી ગયાં હતાં. તાત્કાલિક પરિવારને જાણ કરતા આખું પરિવાર દોડીને કેમ્પસમાં આવી ગયું હતું. ઇજાગ્રસ્ત હાલતમાં પુત્રને જોઈ પરિવારના હોશ ઉડી ગયાં હતાં. માથામાં ઇજા થવાથી તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધુસ્કે ધુસ્કે રડી પડ્યું.

પોતાની અદાઓથી પરિવારની સાથે સૌનું મન મોહિ લેનાર ન રહેતા પરિવાર શોકમાં ગરક થયું હતું.

અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો
સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી અને કાપડના વેપારી છે. 15 વર્ષથી સુરતમાં રહે છે. ત્રણ સંતાનોમાં સાડા ત્રણ વર્ષનો સેવર સૌથી નાનો દીકરો હતો. માસુમ સેવરની જિંદગી કચડી નાખનાર કાર ચાલક CCTV માં કેદ થઈ ગયો છે. જેની ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.કાર ચાલક માસૂમની જિંદગીને કચડી નાખ્યા બાદ ઉભો પણ ન રહ્યો નહોતો. શોકમાં ડૂબેલા પરિવારે માસૂમ સેવરની આંખ ડોનેટ કરી પુત્રને જીવંત રાખ્યો છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. તેજશ ચૌહાણે આંખ ડોનેટ માટે મદદરૂપ થયા અને પોસ્ટ મોર્ટમ કરી આપતા અંતિમ વિધિ કરાઈ હતી.

પરિવારમાં સૌથી નાનો હોવાથી લાડલો પણ એટલો જ હતો

નાની ઉંમરના બાળકની આંખોનું દાન ઓછું આવે છે-તબીબો
ડો. શક્તિ આબલિયા (મેડિકલ ઑફિસર) એ જણાવ્યું હતું કે, લગભગ સાડા ત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટનો સુરતમાં પ્રથમ કિસ્સો હોય એમ કહી શકાય છે. 5 વર્ષના બાળકની આંખ ડોનેટ કરાઈ હોવાનું મારા ધ્યાન પર છે. 65 ટકા આંખનું ડોનેટ સિનિયર સિટીઝન કરતા હોય છે. જોકે એનો ઉપયોગ બહુ ઓછો થાય છે. 80 વર્ષના લોકોની ડોનેટ આંખ માત્ર 3 ટકા જ કામ આવે છે. ચક્ષુબેંકના ડો. પ્રફુલ સિરોયા એ જણાવ્યું હતું કે, હજારોમા એક કેસ જોવા મળે છે. જેમાં 5 વર્ષની અંદરના બાળકની આંખ ડોનેટ થતી હોય છે. 2008માં જન્મના 2 કલાક બાદ બાળકનું મૃત્યુ થતા લોક દ્રષ્ટિ ચક્સુ બેક એ આંખ ડોનેટ સ્વીકારી હતી. નાની ઉંમરે મળતું આંખનું ડોનેટ એ સારામાં સારું પરિણામ આપે છે.

- Advertisement -
Exit mobile version