ભરૂચ જિલ્લામાં સવારે પવન ન રહેતા પતંગ રસિકોમાં નિરાશા જોવા મળી હતી.
- ધાબા પર એકઠી થનારી ભીડ પર પોલીસની ચાંપતી નજર
કોરોનાને કારણે સરકાર દ્વારા શહેરના પતંગરસિયાઓને બહોળી સંખ્યામાં સોસાયટીમાં જોડાવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને કારણે સોસાયટીમાં ફક્ત ફ્લેટના મેમ્બર્સ તહેવાર ઉજવશે અને ડબ્બા પાર્ટીનો ટ્રેન્ડ ચાલુ રાખશે. ધાબા પર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પતંગબાજી સાથે ટ્રેડિશનલ નાસ્તા સાથે તૈયાર થઈ ગયા છે. જેમાં આ વખતે 80 ટકા લોકોએ ઘરે નાસ્તા બનાવ્યા છે જેમાં મેથીની પુરી, વડાં, ફૂલવડી, ગળ્યો ખીચડો અને કચોરીનાં ડબ્બા તૈયાર કરી ધાબા પર મુકવામાં આવ્યા છે. તેમજ પતંગ રસિયાઓની ઢીલ દે …ઢીલ દે…ની બૂમો સાંભળવા મળી રહી છે. જો કે મોટા ભાગના પતંગપ્રેમીઓએ માસ્ક પહેર્યા નહોતા.
સરકારે લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે પતંગ રસિયાઓ હેડફોનને મ્યુઝિક સિસ્ટમ સાથે ક્નેક્ટ કર્યા છે. જેમાં દરેકને એક જ મ્યુઝિક સાંભળીને પતંગબાજી કરતા મ્યુઝિકનો આનંદ લઈ રહ્યા છે.
