અમદાવાદની બે કંપની એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણિ મેટલ્સ પર આઇટી રેડ, 40 સ્થળે તપાસ

By Abhishek Raghuvanshi
1 Min Read
  • એસ્ટ્રલ પાઇપ્સના ચેરમેન અને રત્નમણિના ચેરમેનને ત્યાં ઇન્કમટેક્સ ટીમની તપાસ

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે અમદાવાદની બે જાણીતી કંપનીઓ- એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ- ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એસ્ટ્રલ પાઈપ્સની સિંધુ ભવન ઓફિસ પર રેડ કરવામાં આવી છે. કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ પણ તહેનાત કરાયો છે. ઇન્કમટેક્સના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.

બંને કંપની સાથે સંકળાયેલા મોટા અધિકારીઓને ત્યાં ચાલતા સર્ચ-ઓપરેશનમાં લગભગ 150થી વધુ અધિકારીઓ જોડાયા છે. આ સર્ચમાં મોટે પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.

અમદાવાદમાં 25 અને ગુજરાત બહારનાં 15 સ્થળે તપાસ
આ અંગે મળતી વિગતો મુજબ, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં કંપનીનાં વિવિધ સ્થળો પર તપાસ ચાલી રહી છે. એસ્ટ્રલ પાઈપ્સનાં 40 ઠેકાણાં પર આ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાંથી અમદાવાદમાં 25 અને ગુજરાત બહારનાં 15 સ્થળનો સમાવેશ થાય છે.

એસ્ટ્રલ પાઈપ્સનાં ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં ઇન્કમટેક્સની ટીમ તપાસ કરી રહી છે. આ ઉપરાંત બંને કંપનીના અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ ચાલુ છે.

- Advertisement -
Exit mobile version