Gujrat
ભાસ્કર ઇન્ટરવ્યૂ:‘પાર્ટીના ટોચના નેતાઓ જ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવા માગે છે, યુથ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બનવા માટે નકલી મેમ્બરો ઊભા કરીને કૌભાંડ થાય છે’
નિખિલ સવાણી - ફાઇલ તસવીર કોંગ્રેસ છોડ્યા બાદ ભાસ્કર સાથેની મુલાકાતમાં નિખિલ સવાણીએ કોંગ્રેસના સિનિયર નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા‘જૂથવાદના લીધે કોંગ્રેસ પૂરી થઈ ગઈ, પક્ષ પાસે પ્રેસ કોન્ફરન્સ કરનારા નેતાઓ વધી રહ્યા છે પણ કાર્યકરો નથી’ પાસના નેતા અને હાર્દિક પટેલ સાથે કોંગ્રેસમાં જોડાયેલા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ નિખિલ સવાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ગમે ત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.







