देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 12 बार पढ़ी गई

સૌરાષ્ટ્ર પેટાચૂંટણી LIVE:ધારીમાં 6.29, ગઢડામાં 19.82 અને મોરબીમાં 21.27 ટકા મતદાન, મોરબી અને ધારીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કર્યુ, EVM ખોટવાયાની ફરિયાદો ઉઠી

મોરબીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદાન ધારીમાં ભાજપ-કોંગ્રેસે ચૂંટણી જીતવા સુરતથી મતદારો ઉતાર્યાગઢડા બેઠક પર બંને પક્ષના ઉમેદવાર મતદાન નહીં કરી શકે, બંને ઉમેદવારો આયાતીમોરબી માળિયામાં 20 જેટલી જગ્યાએ EVM ખોટવાયાની ફરિયાદ ઉઠીમોરબીમાં ભાજપનો ઉમેદવાર 10 હજાર મતથી જીતશે- મોહન કુંડારિયાગઢડા બેઠક પર એમ.એમ.

Abhishek Raghuvanshi3 नवंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ધારીમાં ભાજપ-કોંગ્રેસે ચૂંટણી જીતવા સુરતથી મતદારો ઉતાર્યા
  • ગઢડા બેઠક પર બંને પક્ષના ઉમેદવાર મતદાન નહીં કરી શકે, બંને ઉમેદવારો આયાતી
  • મોરબી માળિયામાં 20 જેટલી જગ્યાએ EVM ખોટવાયાની ફરિયાદ ઉઠી
  • મોરબીમાં ભાજપનો ઉમેદવાર 10 હજાર મતથી જીતશે- મોહન કુંડારિયા
  • ગઢડા બેઠક પર એમ.એમ. હાઈસ્કૂલમાં EVM બંધ થતા મતદારો મુશ્કેલીમાં મૂકાયા હતા
  • મોરબી-માળિયા બેઠક પર 20 જેટલા EVM ખોટવાતા તાત્કાલિક બદલવામાં આવ્યા

સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી બેઠક પર આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ચમનપરમાં હનુમાન મંદિરમાં દર્શન કરીને મતદાન કર્યુ હતું. બીજી તરફ ધારીમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે સુરતથી મતદારો ઉતાર્યા છે. ધારીમાં કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કોટડિયાના પત્ની પક્ષના નિશાન વાળું માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતા. જો કે બાદમાં તરત જ માસ્ક બદલાવી નાખ્યું હતું. ગઢડા બેઠક પર એમ.એમ. હાઈસ્કૂલમાં EVM ખોટવાયાની ફરિયાદ ઉઠી છે. આથી ટેકનિકલ સ્ટાફ દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામા આવી છે. મોરબી-માળિયા બેઠક પર 20 જેટલી જગ્યાએ EVM ખોટવાયાની ફરિયાદ ઉઠી છે. તમામ જગ્યાએ EVM બદલાવી મતદાન ચાલુ કરવામાં આવ્યું છે.

બેઠકટકા
મોરબી21.27
ગઢડા19.82
ધારી6.29

ધારી બેઠક પર મંદ ગતિએ મતદાન
ધારી બેઠક પર મંદ ગતિએ મતદાન થઈ રહ્યું છે. પહેલી બે કલાકમાં માત્ર 6.27 ટકા જ મતદાન નોંધાયું છે. જેને લઈને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમારી અપેક્ષા મુજબ જ મતદાન થઈ રહ્યું છે. ભાજપની તરફેણમાં મતદાન થઈ રહ્યું છે.

तस्वीरों में खबर6 फोटो

આ પણ વાંચો- શહેર કરતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જાગૃતિ, મોરબી બેઠક પર ગામડામાં મતદારોની લાઈન લાગી, ગઢડામાં ઢોલના તાલે લોકો મતદાન કરવા આવ્યા

મોરબીમાં મહિલા સંચાલિત પોલીંગ બુથને ‘શક્તિ બુથ’ નામ અપાયું
મોરબીમાં 5 મહિલા સખી બુથ બનાવવામાં આવ્યાં છે. જેમાં ઓફિસરથી લઈને પ્યૂન સુધીનો સ્ટાફ મહિલાઓ જ છે. મતદારોને આકર્ષવા માટે આ અનોખી પહેલ કરવામાં આવી છે. આ પોલીંગ બુથને ‘શક્તિ બુથ’ નામ આપવામાં આવ્યું છે. પોલીંગ બુથનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે.

બ્રિજેશ મેરજાએ મતદાન શ્રેષ્ઠ દાન હોવાનું કહીં લોકોને મતદાન કરવા અપીલ કરી
મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ચમનપરમાં હનુમાન મંદિરમાં દર્શન કરીને મતદાન કર્યુ હતું.મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે પૂજા કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્રિજેશ મેરજાએ મતદાન શ્રેષ્ઠ દાન હોવાનું કહીં લોકોને મતદાન કરવા અપીલ કરી છે. બીજી તરફ સાંસદ મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું હતું કે સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત થઈ જશે. દસ હજારથી વધુની લીડથી ભાજપના ઉમેદવાર જીતશે.

ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાએ મતદાન કર્યુ
ધારીમાં વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાએ ચલાલાની પરા શાળામાં અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. જે.વી. કાકડીયાએ મતદાન કરવા જતા પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયા પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં સુરેશ કોટડિયાના પત્ની ભારતીબેન પક્ષના નિશાનવાળું માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતા. જો કે બાદમાં સુરેશ કોટડિયાના પત્નીએ માસ્ક બદલાવી નાખ્યું હતું.

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મતદાન કર્યુ
મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મતદાન કર્યુ છે. જયંતિ પટેલે પત્ની અને સંતાનો સાથે બોયઝ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યુ હતું.

મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે
દરેક મતદારે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી મતદાન કરવાનું રહેશે. દરેક બૂથ પર આરોગ્યની ટીમ દ્વારા તમામ મતદારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ મતદારને કોરોનાના લક્ષણ દેખાશે તો તેમને ટોકન પદ્ધતિથી 4 વાગ્યે મતદાન કરવાનું રહેશે. પોલીંગ બૂથના સ્ટાફે PPE કીટ પહેરી છે. આ મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેથી મતદારો સાંજે 6 વાગ્યા સુધીમાં પોતાના મત આપી શકશે.

ધારીમાં બંને પક્ષના ઉમેદવારે સુરતથી મતદારો ઉતાર્યા
ધારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારે સુરત અને અમદાવાદથી મતદારો ઉતાર્યા છે. વહેલી સવારે ખાનગી બસો દ્વારા મતદારોની ફોજ ઉતારવામાં આવી હતી. ધારી બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સુરત, અમદાવાદ, ભાવનગર અને ગુજરાતના અન્ય શહેરોમાં રહેતા મતદારોને લાવવા માટે બંને પક્ષો દ્વારા 100 કરતા વધારે ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ધારી બેઠક પર 337 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ગઢડા બેઠક પર વધારે મતદાન થાય તે માટે સુરતથી ભાજપ દ્વારા મોકલવામાં આવેલી 100 અને કોંગ્રેસની 30 બસો આવી છે.

આ પણ વાંચો-પેટાચૂંટણી:ધારીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાના પત્નીએ પક્ષના નિશાન વાળુ માસ્ક પહેર્યુ, બાદમાં માસ્ક બદલાવતા જોવા મળ્યાં

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑