વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓની વચ્ચે થનારી બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં છે. સૌથી પહેલા અમિત શાહ પોતાની વાત રજૂ કરશે. પછીથી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ વાત કરશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન થશે.
દેશમાં કોરોના વાઈરસના મામલાઓમાં એક વખત ફરી તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બઠકોની અધ્યક્ષતા કરશે. તેમાં મોદી આજે રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સીધી વાતચીત કરશે. જેમાં કેટલાક રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે ચર્ચા કરવામાં આવે તેવી શકયતા છે. આ સિવાય તમામ રાજ્યોની સાથે કોરોના વેકસીનના વિતરણની નીતિ પર વાત કરશે. છેલ્લા થોડા દિવસોમાં વેક્સીનને લઈને વિશ્વમાં પોઝિટિવ સમાચારો આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પ્રથમ બેઠકમાં કુલ આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાશે. જેમાં કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સામેલ છે.
વેક્સીનના વિતરણ માટે પીએમની મહત્વની બેઠક
આજે થનારી બીજી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિ સામેલ થશે. આ બેઠકમાં કોરોના વેક્સીનના વિતરણ પર ચર્ચા કરવામાં આવશે. દેશમાં લગભગ પાંચ વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. અત્યાર સુધી સકારાત્મક રિપોર્ટ્સ આવી રહ્યો છે. એવામાં સરકારે વેક્સીનના વિતરણને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બેઠક બપોરે 12 વાગ્યે શરૂ થશે.
