
- ગુજરાતી યુવા કલાકાર કશ્યપ મોરીને ‘મેથર્ડ્સ ઓફ શ્યામ’ વેબ સિરીઝમાં મળ્યો છે લીડ રોડ
- જૂનાગઢમાં જન્મેલા અને અમદાવાદમાં ઉછરેલા કશ્યપ મોરીએ ‘લીસ ટ્રાસબર્ગ ઈન્સ્ટિટ્યૂટ’માંથી મેથડ એક્ટિંગની લીધી છે ટ્રેનિંગ
ગુજરાતીઓ બિઝનેસ ફિલ્ડમાં આગળ છે એમાં કોઈ નવી વાત નથી. ગુજરાતીઓની નવી જનરેશન હવે પ્રોફેશન ફિલ્ડમાં પણ નામના મેળવી રહી છે. એટલું જ નહીં અનેક યુવા ગુજરાતીઓ આર્ટ અને સ્પોર્ટ્સ ફિલ્ડમાં પણ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. બોલિવૂડમાં અનેક ગુજરાતી કલાકારો છવાયેલા છે, ત્યારે એક ગુજરાતી યુવાને હોલિવૂડમાં પણ અનેરું પ્રદાન કર્યું છે. ગુજરાતી યુવા કલાકાર કશ્યપ મોરીએ અમેરિકાની એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કાઠું કાઢ્યું છે. કશ્યપ મોરી હાલ ‘મેથર્ડ્સ ઓફ શ્યામ’ વેબ સિરીઝમાં લીડ રોલ પ્લે કરી રહ્યા છે. છ રાઈટરે રિસર્ચ કરી આ વેબ સિરીઝ લખી છે, જેનું ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે.
વેબ સિરીઝમાં લીડ રોલ પ્લે કરી રહ્યા છે કશ્યપ મોરી
કશ્યપ મોરી હાલમાં પૂર્વ અને પશ્ચિમના લોકો પર તત્વચિંતનની કેવી અસરો પડે છે. તેમાં પણ તેઓ વિકારોના નિવારણ માટે કયા પ્રકારના ઉપાયો આપણા શાસ્ત્રોમાં કહેવાયા છે તે વાતના આધાર પર ‘મેથર્ડ્સ ઓફ શ્યામ’ વેબ સિરીઝમાં લીડ રોલ પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મમાં ફ્રેન્ચ ડિરેક્ટર ઉપરાંત કશ્યિપ મોરીના બહેન રીમા મોરી પણ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. આ સાથે ભારત અને અમેરિકાના છ રાઈટરે રિસર્ચ કરી વેબ સિરીઝ લખી છે. આ સિરીઝનું શૂટિંગ ભારત તથા અમેરિકામાં થશે. કશ્યપ મોરીએ કહ્યું હતું કે પૂર્વીય દ્રષ્ટાતો અને પૂર્વીય તત્વજ્ઞાનને લઈ પશ્ચિમી માનસશાસ્ત્ર પર કઈ રીતે નિવારણ લાવી શકાય તેના પર આ વેબ સિરીઝ બની રહી છે.

બે શોર્ટ ફિલ્મમાં કરી ચૂક્યા છે કામ
વિશ્વની નામાંકિત ‘લીસ ટ્રાસબર્ગ ઈન્સ્ટિટ્યૂટ’માંથી મેથડ એક્ટિંગના પાઠ શીખનાર કશ્યપ મોરીએ અમેરિકાના પ્રોડ્યુસર્સનું ધ્યાન ખેંચ્યું છે. જૂનાગઢમાં જન્મેલા અને અમદાવાદમાં ઉછરેલા કશ્યપ મોરીએ ગ્રેજ્યુએશન બાદ અમેરિકાના કેલિફોર્નિયાની વાટ પકડી હતી. એક્ટિંગની ટ્રેનિંગ લીધાના ટૂંક સમયમાં કશ્યમ મોરીએ શાનદાર એક્ટિંગથી વાહ વાહી મેળવી છે. તેમણે ‘સ્લર્મ્બલેન્ડ’ તથા ‘વિન્ટર ગર્લ’ જેવી બે શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે. ‘વિન્ટર ગર્લ’માં કશ્યપ મોરીએ નિકનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત શોર્ટ ફિલ્મ ‘બેગર એન્ડ પેઈન્ટર’માં વિશ્વમાં ઘરવિહોણા લોકોની મુશ્કેલીની વાત કરવામાં આવી છે.
સ્કૂલમાં નાટકોમાં કામ કરતા
સ્કૂલના સમયમાં કશ્યપ મોરી સ્થાનિક થિયેટર ગ્રૂપ સાથે જોડાયા હતા. અહીંયા તેમને સ્ટેનિસ્લાવસ્કી તથા મોસ્ક આર્ટ થિયેટરની માહિતી મળી હતી. આ માહિતી તેમને 2017માં લોસ એન્જલસમાં ‘ધ સીન સિટી’ સુધી દોરી ગઈ હતી. તેઓ મેથડ એક્ટિંગ માટે જાણીતા છે.
માતા પાસેથી પ્રેરણા મળી
કશ્યપ મોરીને માતા પાસેથી સિનેમાનું વિઝન મળ્યું હતું. કશ્યપ મોરીની માતા તથા બહેન રીમા મોરીએ તેમને હોલિવૂડ ફિલ્મ ‘ટાઈટેનિક’, ‘જુરાસિક પાર્ક’ તથા ‘સ્પાઈડર મેન’ જેવી ફિલ્મ બતાવી હતી.

