ખેડૂત કાયદાના વિરોધનો 19મો દિવસ:ખેડૂતો આજે સાંજે 5 વાગ્યા સુધી ભૂખહડતાળ પર રહેશે, તમામ જિલ્લા મુખ્યાલયો પર ધરણાં કરશે
નવા ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે. તેઓ આજે સાંજે 5 વાગ્યા સુધી ભૂખહડતાળ પર રહેશે, સાથે જ તમામ મુખ્યાલયો પર ધરણાં કરશે. ખેડૂતોએ રવિવારે કુંડલી બોર્ડર પર મીટિંગ કરીને આ નિર્ણય કર્યો છે.
નવા ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે. તેઓ આજે સાંજે 5 વાગ્યા સુધી ભૂખહડતાળ પર રહેશે, સાથે જ તમામ મુખ્યાલયો પર ધરણાં કરશે. ખેડૂતોએ રવિવારે કુંડલી બોર્ડર પર મીટિંગ કરીને આ નિર્ણય કર્યો છે. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે આંદોલનના સંબંધમાં જે પણ નિર્ણય કુંડલી બોર્ડરથી થશે એ જ અંતિમ માનવામાં આવશે.
કેજરીવાલ ઉપવાસ રાખશે, અમરિંદરે કહ્યું- નાટક કરી રહ્યા છે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ખેડૂતોની ભૂખહડતાળને સમર્થન આપતાં કહ્યું હતું કે તે પોતે ભૂખહડતાળ પર બેસશે. તેમને તેમની પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ ભૂખહડતાળ કરવાની અપીલ કરી છે, સાથે જ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવ્યું છે.
ખેડૂતોને મનાવવા માટે અમિત શાહ સક્રિય
ખેડૂત આંદોલન અંગે ગૃહમંત્રી અમિત શાહ સક્રિય થઈ ગયા છે. હજી સુધી શાહની ખેડૂતો સાથે એક જ બેઠક યોજાઈ છે, પણ હવે દરેક મુદ્દો તેઓ જાતે જોઈ રહ્યા છે. આ અંગે છેલ્લા 2 દિવસમાં શાહે 5 કરતાં વધુ બેઠક કરી છે. સરકાર દરેક રાજ્યના ખેડૂતો માટે અલગ સ્ટ્રેટેજી બનાવી રહી છે.
પંજાબના ખેડૂત નેતાઓને શાહ જાતે સમજાવશે
ખેડૂતોને મનાવવા અને આંદોલન સમાપ્ત કરાવવા માટે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રક્ષામંત્રી રાજનાથ સિંહને અલગ અલગ રાજ્યો અને યુનિયનોની જવાબદારી સોંપવામાં આવી છે. આ બન્ને તમામ સાથે અલગ અલગ વાત કરશે, પણ પંજાબના ખેડૂત નેતાઓની જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે.
ફરી ચર્ચા શરૂ થઈ શકે છે
બન્ને પક્ષ વાતચીતની સ્ટ્રેટેજી બનાવવામાં લાગી ગયા છે. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે સરકાર સાથે ચર્ચા માટે જતા ખેડૂતોની સંખ્યા ઘટાડવામાં આવશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમારે નજર રાખવાની જરૂર છે, જેથી કોઈ અસામાજિક તત્ત્વ અમારી વચ્ચે ન હોય. તો આ તરફ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે આખા મુદ્દા પર ચર્ચા કરી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले