देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

ખેડૂત આંદોલનનો 12મો દિવસ LIVE:સમર્થનમાં આજે પંજાબના ખેલાડી અને કલાકાર અવૉર્ડ પરત કરશે, કેજરીવાલ ખેડૂતોને મળવા માટે સિંધુ બોર્ડર જઈ રહ્યા છે

ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓ મોબાઇલ એપ પર મીટિંગ કરી આંદોલનની સ્ટ્રેટેજી તૈયાર કરી રહી છે. હરિયાણાના લોકો તેમના માટે તેમના ઘરના દરવાજા ખોલી રહ્યા છે. ફોટો સિંધુ બોર્ડરનો છે.

Abhishek Raghuvanshi7 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

ત્રણ નવા ખેડૂત કાયદાને પાછા લેવાની માગ સાથે દિલ્હીની સરહદ પર ખડેપગે ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે. આ આંદોલનને પંજાબ-હરિયાણાથી માંડી વિદેશોથી પણ સમર્થન મળી રહ્યું છે. પંજાબના ખેલાડી અને કલાકારોએ જાહેરાત કરી છે કે તેઓ આજે અવૉર્ડ પરત કરશે. ઓલિમ્પિક મેડાલિસ્ટ બોક્સર વિજેન્દર સિંહે રવિવારે કહ્યું હતું કે કાયદો પાછો નહીં લેવામાં આવે તો તે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પરત આપી દેશે.તો આ તરફ કેજરીવાલ ખેડૂતોને મળવા માટે સિંધુ બોર્ડર જઈ રહ્યા છે

અત્યાર સુધી કયા કયા સ્પોર્ટ્સ પર્સને એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી

ખેલાડી/કોચએવોર્ડ
વિજેન્દર સિંહ, બોક્સિંગખેલ રત્ન
ગુરબખ્શ સિંહ સંધૂ, બોક્સિંગદ્રોણાચાર્ય એવોર્ડ
કરતાર સિંહ, કુશ્તીપદ્મશ્રી, અર્જુન એવોર્ડ
સજ્જન સિંહ ચીમા, બાસ્કેટ બોલઅર્જુન એવોર્ડ
રાજબીર કોર, હોકીઅર્જુન એવોર્ડ

બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને લગ્નવાળી ગાડીઓ અવરજવર કરી શકશે
ખેડૂત પહેલાં જ કહી ચૂક્યા છે કે 8 ડિસેમ્બર એટલે કે મંગળવારે ભારત બંધ કરશે, જેના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષ અને 10 ટ્રેડ યુનિયન્સ ઊતરી આવ્યા છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગ્યો છે. તો આ તરફ ખેડૂત નેતા બલદેવ સિંહ નિહાલગઢે જણાવ્યું હતું કે મંગળવારે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નવાળી ગાડીઓ અવરજવર કરી શકશે.

ખેડૂતોનો હવે પછીનો ટાર્ગેટ- બદરપુર બોર્ડર પર ધામા નાખવાનો છે
ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાયેલી પાંચમા તબક્કાની વાતચીત પછી પણ કોઈ રસ્તો નીકળી શક્યો નથી. પોતાની માગ અંગે દિલ્હીની ઘણી બોર્ડર પર ખેડૂતોએ ધામા નાખ્યા છે. 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત પણ કરી ચૂક્યા છે. તેમનો હવે પછીનો ટાર્ગેટ બદરપુપ બોર્ડરને બંધ કરવાનો છે. આ અંગે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસ પણ પોતાના સ્તરે ખેડૂતોની સ્ટ્રેટેજી જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પંજાબની મહિલાઓએ કહ્યું, હરિયાણામાં જમાઈ જેવું સ્વાગત થઈ રહ્યું છે
હરિયાણાના લોકો દિવસ-રાત ખેડૂતોની સેવામાં લાગી ગયા છે. આંદોલનમાં આવેલી મહિલાઓ અને ખેડૂતો માટે દિલ્હી બોર્ડર પાસે આવેલા હરિયાણાનાં ઘણાં ગામના લોકોએ તેમના દરવાજા ખોલી દીધા છે. તેમણે પંજાબની મહિલાઓને તેમનાં ઘરે રહેવા, સૂવા, નાહવા માટે દરેક પ્રકારની સુવિધા આપી છે. અમુક મહિલાઓએ તો એવું પણ કહી દીધું કે હરિયાણામાં એવું સન્માન મળી રહ્યું છે જેવું સાસરીમાં જમાઈને મળે છે. રહેવા, જમવા અને પહેરવા માટે કપડાં પણ આપ્યાં.

મોબાઈલ એપ પર આંદોલન માટે મીટિંગ કરે છે ખેડૂત મહિલાઓ
આંદોલનમાં બાળકો અને મહિલાઓથી માંડી વૃદ્ધા સુધી સામેલ છે. આંદોલનમાં પોતાની ભૂમિકા પર વાત કરવા માટે મહિલાઓ મોબાઈલ એપ દ્વારા મીટિંગ કરે છે. લગભગ 70 વર્ષના એક વૃદ્ધ કહે છે કે પંજાબ મોટા ભાઈ અને હરિયાણા નાના ભાઈ છે, બન્ને સાથે છે તો હવે પાઠ ભણાવી જ દઈશું. એક વૃદ્ધે કહ્યું, જોશ સાથે હોશ જરૂરી છે. આ ભવિષ્યની લડાઈ છે, શાંતિથી લડવામાં આવશે.

કૃષિ રાજ્ય મંત્રીએ કહ્યું- કાયદો પાછો લેવાની જરૂર નથી, સુધારો કરી શકીએ છીએ
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ રવિવારે કહ્યું, હું નથી માનતો કે સાચા ખેડૂતો જે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે તેઓ આ વાતથી ચિંતિત છે. અમુક રાજકીય લોકો આગમાં ઘી હોમી રહ્યા છે. મને નથી લાગતું કે કાયદો પાછો લેવો જોઈએ. જરૂર પડ્યે તેમાં અમુક સુધારા થઈ શકે છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑