અમદાવાદ:કાળીચૌદસના દિવસે ઘરની બહાર ઉતારેલા લીંબુ મુકવા બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી
નરોડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે મારમારીની ફરિયાદ નોંધાવી શહેરના નરોડા વિસ્તારમાં આવેલા હિલોની ફ્લેટમાં બે પાડોશીઓ વચ્ચે ઘરની બહાર ઉતારેલું લીંબુ મુકવા બાબતે બોલાચાલી અને મારામારી થઈ હતી.
- નરોડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે મારમારીની ફરિયાદ નોંધાવી
શહેરના નરોડા વિસ્તારમાં આવેલા હિલોની ફ્લેટમાં બે પાડોશીઓ વચ્ચે ઘરની બહાર ઉતારેલું લીંબુ મુકવા બાબતે બોલાચાલી અને મારામારી થઈ હતી. ઘરની બહાર કોણે લીંબુ મૂક્યું કહી અને ઝઘડો કર્યો હતો. નરોડા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
નરોડા હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલા હિલોની ફ્લેટમાં એ બ્લોકમાં પૂજાબેન ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે. તેમની બાજુના મકાનમાં પૂજાબેન પટેલ તેમના પરિવાર સાથે રહે છે. પૂજાબેન ચૌહાણના ઘરની બહાર કોઈએ ઉતારાનું લીંબુ મૂક્યું હતું. જેથી પૂજાબેન આસપાસમાં પૂછવા ગયા હતા. પૂજાબેન પટેલને પૂછતાં મેં લીંબુ મૂક્યું નથી અને હવે આ બાબતે મને પૂછવાનું નહિ. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેઓ વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી.
બંનેના પતિ પણ આવી ગયા હતા. તહેવાર દરમ્યાન બંને પરિવારો વચ્ચે ઝઘડો થતાં આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને તેઓને છોડાવ્યા હતા. ઘટના મામલે પોલીસને જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ બંને પરિવારને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. નરોડા પોલીસે બંનેની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले