અકસ્માત:જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા પુલ પરથી 20 ફૂટ નીચે નદીમાં કાર ખાબકી, સાળા-બનેવીની નજર સામે જ બંનેની પત્નીના મોત
કાર પુલ નીચે ખાબકી ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે જામગનરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં જામનગર-ખંભાળિયા હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત થતાં 2 મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા છે.
- ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે જામગનરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
જામનગર-ખંભાળિયા હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત થતાં 2 મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જામનગર-ખંભાળિયા વચ્ચે મોડપર-ખાટિયા પાટિયા પાસે કાર પુલ પરથી 20 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર દ્વારકા જિલ્લાનો આહીર પરિવાર હોવાનું સામે આવ્યું છે. અને આસોટા ગામના પરિવારના સભ્યો જામનગરમાં રહેતા સંબંધીને ત્યાં મકાનના વાસ્તામાં આવતા હતા. ત્યારે કાર પુલ પરથી 20 ફૂટ નીચે ખાબકતા બનેવી અને સાળાની નજર સામે જ બંનેની પત્નીના મોત થયા હતા.
ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યાં
મળતી માહિતી મુજબ જામનગર-ખંભાળિયા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા ખાટિયા પાટિયાથી મોડપર ગામના પાટિયા પાસે કાર મોટા પુલ પરથી નીચે ખાબકી હતી. 20 ફૂટથી પણ વધુ ઉંચાઈએથી નીચે ખાબકેલી કારમાં 5 લોકો સવાર હતા. જેમાં 2 મહિલાઓને માથાના ભાગે ગંભીર ઈજા થતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે કારચાલક સહિત 3 પુરુષને ગંભીર ઈજા થતાં સારવાર માટે જામગનર ખસેડવામાં આવ્યાં છે.

ઈજાગ્રસ્તોના નામ
- નારણભાઇ પરબતભાઇ કરંગિયા, ઉંમર વર્ષ -40
- સુમિત ભાઈ નારણભાઇ કરંગિયા, ઉંમર વર્ષ- 15
સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરી કારમાંથી બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતાં મેઘપર પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ ઘાયલ લોકો અને મૃતકોને રેસ્ક્યુ કરી કારમાંથી બહાર કાઢી લીધા હતા.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले