હીટ એન્ડ રન:સુરતના પીપલોદમાં કાર ચાલકે બેને કચડી માર્યા, બંને યુવક 100 મીટર સુધી ઘસડાયા
કારની અડફેટે ચડેલા બંને યુવકો લોહીથી લથબથ મળી આવ્યા. સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકનું પગેરું શોધવા પોલીસની કવાયત શહેરના પીપલોદ ખાતે કારગીલ ચોક પાસે શનિવારે મોડી રાત્રે અજાણ્યા કાર ચાલકે બે રાહદારીઓને કચડી નાખ્યા હતા.
- સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકનું પગેરું શોધવા પોલીસની કવાયત
શહેરના પીપલોદ ખાતે કારગીલ ચોક પાસે શનિવારે મોડી રાત્રે અજાણ્યા કાર ચાલકે બે રાહદારીઓને કચડી નાખ્યા હતા. બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, કાર ચાલક બંને યુવકોને 100 મીટર સુધી ઘસડી ગયો હતો.
ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા
પીપલોદ કારગીલ ચોક પાસે મોડી રાત્રે એક કાર પૂરપાટ જતી હતી. દરમિયાન તેની અડફેટે બે રાહદારીઓ ચડ્યા હતા. જેને કાર ચાલકે 100 મીટર સુધી ઘસડી ગયો હતો. જેના કારણે બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકનું પગેરું શોધવા તપાસ શરૂ કરી છે.

એકના એક સંતાને પિતાની છત્રછાયા ગુમાવી
બંને મૃતકો પૈકી એક મૂળ ઉત્તરાખંડનો વતની છે. જ્યારે બીજો સુરત જિલ્લાનો વતની છે અને પાર્લે પોઇન્ટની હોટલમાં કામ કરે છે. જેમા એકનુ નામ પરેશ માલવી અને બીજાનું નામ ગોવિંદ હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં મળતી માહિતી અનુસાર પરેશ છેલ્લા નવ વર્ષથી હોટલમાં નોકરી કરતો હતો. પરેશ ઉમરા ગામમાં ભાડેના મકાનમાં પત્ની અને એક સંતાન સાથે રહે છે. જ્યારે ગોવિંદ 8 વર્ષથી હોટલમાં નોકરી કરે છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले