વોટર એરોડ્રામ:સીપ્લેન માટે રિવરફ્રન્ટ પર 15મી સુધી એરોડ્રામ તૈયાર કરી દેવાશે, નદીમાં 200 ફૂટના અંતરે રનવે માટે માર્કર ગોઠવાયા
ઓપરેશનલ એરિયામાં પ્લેટફોર્મ સાથે આવવા જવા માટે ગેંગવેને જોડી દેવામાં આવ્યો છે.
- હાલ જેટી, ગેંગવે અને 2 કિલોમીટર લાંબો રન-વે બનાવી દેવાયો
સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવા માટે આંબેડકર બ્રિજ પાસે ચંદ્રનગર રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ તૈયાર કરવાની કામગીરી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ગુજસેલ) કંપની દ્વારા અંતિમ તબક્કામાં છે.
પ્લેનના સંચાલન માટે ઓપરેશનલ એરિયામાં જેટી (પ્લેટફોર્મ) તૈયાર કરવાની સાથે તેની પર આવવા જવા માટે ગેંગવે સાથે જોડી દેવામાં આવી છે. એજ રીતે પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ માટે નદીના પટમાં માર્કર મૂકી 2 કિલોમીટર લાંબો રનવે પણ તૈયાર કરાયો છે. જ્યારે વહીવટી સંચાલન માટે હાલ બે માળની ઓફિસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જે લગભગ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે ઉપરોક્ત માહિતી આપતા જણાવ્યું કે, જમાલપુર બ્રિજથી આંબેડકર બ્રિજ વચ્ચે જેટીથી દર 200થી 250 ફૂટના અંતરે બોયા માર્કર મુકી રનવે તૈયાર કરવામાં આવ્યો છે. નદીમાં બન્ને તરફ 9 – 9 માર્કર બોયા મુકવામાં આવ્યા છે. આ માર્કર બોયા મોટા ફુગ્ગા આકારના હોય છે જેને ઉંચાઈથી સ્પષ્ટ જોઈ શકાય છે. સી પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન પાયલોટ આ માર્કર બોયાને જોઈ પાણીમાં ફ્લાઈટનું સફળ લેન્ડિંગ અને ટેકઓફ કરાવી શકશે.
આ ઉપરાંત રિવરફ્રન્ટથી 10 મીટરના અંતરે જેટી ગોઠવ્યા બાદ 11 મીટર લાંબો ગેંગવેે પણ તેની સાથે જોડી દેવામાં આવ્યો છે.
જેટી 1200 માણસનું વજન ઉઠાવી શકશે
દેશમાં પ્રથમ સી પ્લેન માટે અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વોટર એરોડ્રામ માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડાઈ ધરાવતી જેટી તૈયાર કરવામાં આવશે. જો કે હાલમાં એક જ સી પ્લેનનો ઉપયોગ થવાનો હોઈ જેટી 24 મીટરની રહેશે. કોંક્રીટથી તૈયાર થયેલી આ જેટી અંદરથી પોલી છે અને તેમાં વચ્ચે એક્સપાન્ડેડ પોલિસ્ટાયરિન (ઈપીએસ) ભરવામાં આવેલ છે જેથી જેટી લીજેક થાય ત્યારે પણ તેમાં પાણી નહીં ભરાય અને હંમેશા તરતી જ રહેશે. જેટી માટે નદીમાં પાણીનું લેવલ ઓછામાં ઓછંુ 3 ફૂટ રાખવું પડશે. જેટીની ઊંચાઈ 1 મીટર છે જેમાંથી અડધી જેટી પાણીમાં રહેશે અને અડધી પાણીની ઉપર રહેશે. આ જેટીનું વજન 18000 કિલોગ્રામ છે અને એકસાથે 1200 માણસ ઉભા રહી શકશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले