નિર્ણય:રાજયમાં સરકારી મેડિકલ કોલેજોની ફી નહીં વધે, 17 મેડીકલ-ડેન્ટલ કોલેજોમાં અભ્યાસ કરતાં 3250 વિદ્યાર્થીઓને લાભ મળશે
ગુજરાતમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે રાહતનો નિર્ણય ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તિ રહેલી કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વખતે ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોની ફી નહીં વધારવાનો નિર્ણય કર્યો છે.
- ગુજરાતમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે રાહતનો નિર્ણય
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તિ રહેલી કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વખતે ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોની ફી નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે જીએમઈઆરએસ હસ્તક રહેલી આઠ મેડિકલ કોલેજોની 1600 સીટો માટે આ વખતે ફીમાં વધારો કરવામાં આવશે નહીં. જેથી 1600 વિદ્યાર્થીઓને ગત વર્ષે જે ફી હતી તે જ ફી ભરવાની રહેશે. નીતિન પટેલે ઉમેર્યું હતું કે 1600 સીટો પૈકી 75 ટકા સીટો સરકારી ક્વોટાની છે. જે બધી જ પારદર્શકતાથી ભરવામાં આવી છે, તે ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટાની 10 ટકા સીટો છે તેમજ 15 ટકા સીટો એનઆરઆઈ ક્વોટાની છે. આ તમામ સીટો પર એક વર્ષ સુધી ફીમાં વધારો કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે જીએમઈઆરએસ હસ્તકની કોલેજો ઉપરાંત રાજ્ય સરકારની જે સિવિલ હોસ્પિટલોમાં સરકારી મેડિકલ કોલેજો ચાલે છે તેમાં પણ આ વર્ષે કોઈ ફી વધારો કરવામાં આવશે નહીં.
રાજ્યની 17 મેડીકલ-ડેન્ટલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાભ
રાજ્યની સરકારી તથા જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની કુલ-17 મેડીકલ કોલેજ તથા ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં 3250 વિદ્યાર્થીઓને લાભ મળશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, તબીબી શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે હયાત ફી લેવામાં આવે છે તે જ લેવાશે. રાજ્યમાં જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની સોલા, ગોત્રી, ગાંધીનગર, વલસાડ, ધારપુર, હિંમતનગર, જુનાગઢ અને વડનગર મળી કુલ-8 કોલેજો અને 6 સરકારી મેડીકલ કોલેજ, સરકારી ડેન્ટલ કોલેજ 2 અને જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની 1 ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં કુલ-3250 વિદ્યાર્થીઓને આ રાહતનો લાભ મળશે.
હવે કેટલી ફી ભરવાની થશે
સરકારી ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ. 3 લાખ, મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ. 8 લાખ 25 હજાર અને એન.આર.આઇ. ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી 20 હજાર યુ.એસ. ડોલર જે ગયા વર્ષે નિયત કરાઇ હતી તે જ ફી આ વર્ષે પણ આ ધોરણે વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારની આઠ મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રૂ.25,૦૦૦/- વાર્ષિક ફી, સરકારી ડેન્ટલ કોલેજમાં વાર્ષિક રૂ.20,૦૦૦/- તથા જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની સિધ્ધપુરની ડેન્ટલ કોલેજમાં સરકારી અને મેનેજમેન્ટ ક્વોટા માટે રૂ. 2 લાખ તથા એન.આર.આઇ. ક્વોટા માટે રૂ.10,૦૦૦/- ડોલર ફી લેવામાં આવે છે. તે જ ધોરણે આ વર્ષે પણ ફી લેવામાં આવશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले