देश की बात, आपके शहर से
Indore25°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

ધમણ-1ને કારણે આગનો ઘટસ્ફોટ:વડોદરામાં SSGના કોવિડ સેન્ટરમાં વેન્ટિલેટર ધમણમાં ખામી અને કોમ્પ્રેસરમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી, સુરત FSLના ડાયરેક્ટરનો ઘટસ્ફોટ

સયાજી હોસ્પિટલના ICUમાં લાગેલી આગની ફાઇલ તસવીર.

Abhishek Raghuvanshi24 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • તપાસ કમિટી અધ્યયન કરીને 2થી 3 દિવસમાં આખરી રિપોર્ટ વડોદરા જિલ્લા કલેક્ટરને સોંપશે

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં લાગેલી આગના બનાવમાં તપાસ કમિટીને 106 દિવસ બાદ FSLની ટીમે રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં વેન્ટિલેટર ધમણ-1માં ખામીને કારણે આગ લાગી હોવાનો FSLની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ મામલે સુરત FSLના ડાયરેક્ટર અને વડોદરા FSLના ઈન્ચાર્જ ડી.બી. પટેલે જણાવ્યું હતું કે વડોદરાની સયાજી હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર ધમણ લાગ્યું હતું. અમારી પાસે વેન્ટિલેટર ધમણ આવ્યું ત્યારે સળગી ગયેલી હાલતમાં હતું. વેન્ટિલેટર ધમણ અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી અને આ ખામીને કારણે શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી. સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના પહેલા માળે આવેલા કોવિડ ICUમાં 8 સપ્ટેમ્બરે આગ લાગવાની ઘટના બની હતી, જેને પગલે કોવિડ સેન્ટરમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે કર્મચારીઓની સતર્કતાને કારણે જાનહાનિ થઈ નહોતી.

ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના અધ્યક્ષસ્થાને 4 સભ્યની તપાસ સમિતિ બનાવી હતી
સયાજી હોસ્પિટલમાં આગના બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ઝીણવટભરી તટસ્થ તપાસ કરવા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વહીવટ)ના અધ્યક્ષસ્થાને તપાસ કમિટીની રચના કરવા માટે હુકમ કર્યો હતો. જે હુકમના આધારે OSD વિનોદ રાવ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ)ના અધ્યક્ષસ્થાને 4 સભ્યની તપાસ સમિતિ બનાવી હતી. આ સમિતિ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમિતિએ 4 દિવસમાં આગની ઘટનાનો રિપોર્ટ સોંપવાનો હતો, પરંતુ 106 દિવસ બાદ હવે FSLનો રિપોર્ટ આવ્યો છે, ત્યારે હવે કમિટી પોતાનો રિપોર્ટ કલેક્ટરને સબમિટ કરશે.

વિડિયો વાઇરલ થતાં ધમણની પોલ ખૂલી ગઈ હતી છતાં કાર્યવાહી થઇ નહોતી
ધમણની ખરીદીથી લઇને અત્યારસુધીમાં અનેક વિવાદો સામે આવ્યા છે અને એ જ ધમણને કારણે સયાજી હોસ્પિટલમાં આગની ઘટના બની હોવા છતાં પોલીસ ફરિયાદ થઈ નહોતી અને તંત્ર દ્વારા કેમ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. ધમણથી આગ નથી લાગી એવું કાગળ પર લાવવા માટેના ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. જોકે ધમણ-1ને કારણે જ વિડિયો વાઇરલ થતાં ધમણની પોલ ખૂલી ગઈ હતી અને હવે FSLના રિપોર્ટમાં પણ ધમણ-1માં મોનિટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

આખરી રિપોર્ટ 2-3 દિવસમાં જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે
લાંબા સમયથી કમિટી દ્વારા FSLના રિપોર્ટની રાહ જોવાતી હતી. આખરે બનાવના 106 દિવસ બાદ મંગળવારે FSLની ટીમે તપાસ કમિટીને રિપોર્ટ સોંપ્યો છે. કમિટીના અધ્યક્ષ સુધીર પટેલના જણાવ્યા અનુસાર, આ તમામ રિપોર્ટ પર અધ્યયન કરી આખરી રિપોર્ટ 2-3 દિવસમાં જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. બીજી તરફ, આગ લાગવાના બનાવમાં વેન્ટિલેટર ધમણ-1માં ખામીને કારણે શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું ખૂલ્યું છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑