ગુજરાતમાં અનલોક-5ની ગાઈડલાઈન:રાજ્યમાં સરકારી-ખાનગી બસ સેવામાં હવે અડધા નહીં, પણ પોણા ભાગે પેસેન્જર ભરી શકાશે, સિનેમા-મલ્ટિપ્લેક્સ ખૂલશે
ફાઇલ તસવીર કેન્દ્ર સરકારે બુધવારે અનલોક-5ની ગાઇડલાઇન્સ જાહેર કર્યા બાદ ગુરુવારે રાજ્ય સરકારે પણ ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે, જેમાં શિક્ષણજગત, મનોરંજન, સામાજિક કાર્યક્રમો અંગે નીચે પ્રમાણેની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છેઃ સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે.ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખૂલશે.બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે, જે વાણિજ્યમંત્રાલયની શરતોને આધીન રહેશે.મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.તમામ ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ના દિવસે આરોગ્યમંત્રાલયે જાહેર કરેલી એસઓપી મુજબ જ રહેશે.રાજ્યની હોટલ્સ અને રેસ્ટોરાં રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે અને ટેક અવે માટે કોઈ લિમિટ આપવામાં આવી નથી.શોપિંગ મોલ્સ 8મી જૂને જાહેર થયેલા નિયમો સાથે યથાવત્ રહેશે.લાઇબ્રેરી 60 ટકા લોકોની કેપેસિટી સાથે ખોલી શકાશે.રાજ્યમાં બસસેવા આધારિત સેવાઓમાં GSRTC/ સિટી બસ/ પ્રાઇવેટ બસ સર્વિસમાં 75 ટકા લોકોને બેસાડી શકાશે.મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યથાવત્ રહેશે.રિક્ષામાં 1 ડ્રાઇવર સહિત 2 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે.કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર બેસાડી શકાશે.
કેન્દ્ર સરકારે બુધવારે અનલોક-5ની ગાઇડલાઇન્સ જાહેર કર્યા બાદ ગુરુવારે રાજ્ય સરકારે પણ ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે, જેમાં શિક્ષણજગત, મનોરંજન, સામાજિક કાર્યક્રમો અંગે નીચે પ્રમાણેની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છેઃ
- સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે.
- ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખૂલશે.
- બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે, જે વાણિજ્યમંત્રાલયની શરતોને આધીન રહેશે.
- મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
- તમામ ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ના દિવસે આરોગ્યમંત્રાલયે જાહેર કરેલી એસઓપી મુજબ જ રહેશે.
- રાજ્યની હોટલ્સ અને રેસ્ટોરાં રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે અને ટેક અવે માટે કોઈ લિમિટ આપવામાં આવી નથી.
- શોપિંગ મોલ્સ 8મી જૂને જાહેર થયેલા નિયમો સાથે યથાવત્ રહેશે.
- લાઇબ્રેરી 60 ટકા લોકોની કેપેસિટી સાથે ખોલી શકાશે.
- રાજ્યમાં બસસેવા આધારિત સેવાઓમાં GSRTC/ સિટી બસ/ પ્રાઇવેટ બસ સર્વિસમાં 75 ટકા લોકોને બેસાડી શકાશે.
- મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યથાવત્ રહેશે.
- રિક્ષામાં 1 ડ્રાઇવર સહિત 2 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે.
- કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર બેસાડી શકાશે. જો 6થી વધારેલા લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો 4 લોકોને ફેસ કવર બેસાડી શકાશે.
- પ્રાઇવેટ કાર હોય તો 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે.
- ટૂ-વ્હીલરમાં 2 લોકો જ ફેસ કવર સાથે સવારી કરી શકશે.
- કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે. આ નિર્ણય 15 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. ત્યાર બાદની નવી ગાઇડલાઇન્સ 15મી ઓક્ટોબર પછી જણાવવામાં આવશે.
- કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને લેવામાં આવશે.
- રાજ્યમાં શાળા, કોચિંગ સંસ્થાઓ 15મી ઓક્ટોબર બાદ પુનઃશરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले