देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 17 बार पढ़ी गई

ગુજરાતની પ્રથમ હાઇટેક બિલ્ડિંગ:સુરતના વર્લ્ડ ક્લાસ ડાયમંડ બુર્સમાં લીફ્ટ 20 સેકન્ડમાં 15મા માળે પહોંચાડશે, આગ લાગે તો ત્રણ મિનિટમાં ધુમાડો ગાયબ થશે

બિલ્ડીંગ તપે નહીં એટલે પ્લાસ્ટર વગર જ ગ્રેનાઇટ અને ગ્લાસને એલ્યુમિનિયમ ફ્રેમ પર ગોઠવાઇ મે 2021 સુધીમાં સંભવત: ઓફિસનું એલોટમેન્ટ થઇ જશેકોઇ પણ ખૂણામાંથી તડકો ન લાગે તેના આયોજન માટે 1 વર્ષ સુધી અભ્યાસ કરાયો ડ્રીમ સિટીમાં આકાર લઈ રહેલાં ડાયમંડ બુર્સને કોરોનાની અસર નડી જતાં વર્ષ 2020ની જગ્યાએ હવે મે-21 સુધીમાં પૂર્ણ કરીને ઓફિસધારકોને ઓફિસ એલોટ કરી દેવાનું પ્લાનિંગ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાલી રહ્યું છે.

Abhishek Raghuvanshi18 अक्टूबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • મે 2021 સુધીમાં સંભવત: ઓફિસનું એલોટમેન્ટ થઇ જશે
  • કોઇ પણ ખૂણામાંથી તડકો ન લાગે તેના આયોજન માટે 1 વર્ષ સુધી અભ્યાસ કરાયો

ડ્રીમ સિટીમાં આકાર લઈ રહેલાં ડાયમંડ બુર્સને કોરોનાની અસર નડી જતાં વર્ષ 2020ની જગ્યાએ હવે મે-21 સુધીમાં પૂર્ણ કરીને ઓફિસધારકોને ઓફિસ એલોટ કરી દેવાનું પ્લાનિંગ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાલી રહ્યું છે. 4500 જેટલી ઓફિસ ધરાવતા 9 ટાવરનું 70 ટકા જેટલું બાહ્ય કામ પૂર્ણ થઈ જવાની સાથે બિલ્ડીંગનું આંતરિક ડેવલોપમેન્ટ પણ મોટાભાગે થઈ ચૂક્યુ છે. સામા તહેવારોને જોતાં ટૂંક સમયમાં જ બુર્સની આંતરિક ઝલક ઓફિસધારકો જોઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.

દિવ્ય ભાસ્કરની ટીમે 66 લાખ સ્કે.ફૂટમાં ખજોદ ખાતે આકાર લઈ ચૂકેલા સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી છે. જેમાં બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ આ મહાકાય પ્રોજેક્ટમાં ઓછું મેઈન્ટેનેન્સ કઈ રીતે આવે તે માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ફાયર જેવી આકસ્મિક ઘટનાઓ માટે એડવાન્સ સિસ્ટમ અંગે માહિતી મેળવી છે. આ અંગે બુર્સ સાથે સંકળાયેલા આગેવાન મથુર સવાણી જણાવે છે કે, આવનારા થોડા દિવસોમાં સંભવત: નવરાત્રિ પછી ઓફિસધારકો અને હીરા ઉદ્યોગકારો બુર્સની આંતરિક વિઝીટ પણ લઈ શકે તે માટેનું આયોજન હાલ ચાલી રહ્યું છે. વધુમાં, સંભવત: મે-2021 સુધીમાં ઓફિસ ધરાવનારાઓને એલોટમેન્ટ કરી દેવાશે.

तस्वीरों में खबर2 फोटो

વિદેશથી મજબૂત ફાયર સિસ્ટમ
પ્રત્યેક ઓફિસની બહાર ફાયર ઈન્ડીકેટર સાથે સ્પેશિયલ ફાયર એક્ઝિટ તૈયાર કરાયું છે. બિલ્ડીંગના ફાયર એક્ઝિટ પર મુકવામાં આવેલા ડોર 2 કલાકની ફાયર રેટિંગ ક્ષમતા ધરાવે છે. જે-તે જગ્યાએ લાગેલી આગનો ધુમાડો ઝડપથી ખેંચી લઈને ટેરેસ પર મુકેલી ચીમની મારફતે બહાર ફેંકી દેશે.

340 કિમીની રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ
ડાયમંડ બુર્સમાં અત્યાર સુધીની સૌથી લાંબી 340 કિમીની રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ કે જે બુર્સની અંદરનું તાપમાન 5 ડિગ્રી સુધી ઓછું કરશે.

બીબીટી પાવર સિસ્ટમ
બઝબાર ટ્રન્કીંગ સિસ્ટમથી ઈલેક્ટ્રિસિટી લાઈન પ્રત્યેક ટાવર પર પસાર કરાઇ છે. આ એકમાત્ર ગિફ્ટ સિટીના ગિફ્ટ ટાવર-1ની જીઈઆરસીના બિલ્ડીંગમાં લગાડવામાં આવી છે. જેના કારણે એક ફ્લોર પર થયેલા વીજ વિક્ષેપનની અસર અન્ય ફ્લોરને નહીં થાય ઉપરાંત, નાનામાં નાનો ઈલેક્ટ્રીક્ટ ફોલ્ટ પણ શોધી શકાય.

લીફ્ટમાં ડેસ્ટિનેશન કંટ્રોલરની સુવિધા
બુર્સની 128 લિફ્ટ સ્પીડમાં કામ કરે તે માટે ડેસ્ટિનેશન કંટ્રોલર મુકાયા છે. જ્યાં પ્રતિ વ્યકિત પોતાના ફ્લોર નંબર દબાવતાં 8 પૈકી કઈ લિફ્ટમાં તેમણે મુસાફરી કરવાની છે, તે ડેસ્ટિનેશન કંટ્રોલર નક્કી કરશે.

બુર્સની વિશેષતાઓ

  • ઈન્ટરનેશનલ નોર્મ્સ: તૈયાર થયેલા પ્રોજેક્ટમાં ઈન્ટરનેશનલ નોર્મ્સ પ્રમાણે 2 બિલ્ડીંગ વચ્ચે 200 ફૂટનું જ્યારે કુલ સ્પેશ 6000 મીટરની રહે છે.
  • સનપાથ એનાલિસિસ: વર્ષ દરમિયાન બિલ્ડીંગનું કોમ્પ્યુટરાઈઝ્ડ મોડેલ બનાવીને સૂર્યનો તડકો કઈ તરફથી અને કેટલો આવે છે, તેમજ સિઝન પ્રમાણે તડકાની અસર તપાસાયું, ગ્રાઉન્ડ પર ઉભા રહેનારને તડકો નહીં લાગે.
  • વિન્ડરોઝ એનાલિસિસ: બિલ્ડીંગના ઓપન વિસ્તારમાં આવનારને પુરતા પ્રમાણમાં હવા લાગે તથા પ્રોજેક્ટના મુખ્ય સ્પાઈનમાં પણ પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ પહોંચે તે માટે વિન્ડરોઝ એનાલિસિસ કરવામાં આવ્યું છે.
  • ડ્રાયક્લેડિંગ સિસ્ટમથી ગ્રેનાઈટ-ગ્લાસનું ફિટીંગ: બાહ્ય ભાગે ગ્લાસ-ગ્રેનાઈટ વર્ક પણ ડ્રાયક્લેડિંગ સિસ્ટમથી કરાયું છે. જેથી દિવાલ અને ફ્રેમવર્ક વચ્ચે મર્યાદિત અંતર રહેવાથી બહારની ગરમી અંદર ઓછી પ્રસરે છે.
  • 400 કેવી સોલાર રૂફ, 1.8 MLD એસટીપી પ્લાન્ટ: બિલ્ડીંગની ઈમારત પર 400 કેવી સોલાર રૂફ મુકવાની સાથે 1.8 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જે થકી વિજળી અને પાણીની પણ મોટાભાગની બચત થઈ શકશે.

ભારત બૂર્સ કરતાં 4 ગણી મોટી ઓફિસ
300,500,1000 અને 1500 એમ 4 અલગ-અલગ સ્કે.ફૂટનું કદ ધરાવતી ઓફિસ આ 9 ટાવરમાં તૈયાર કરવામાં આવી છે. જેના માટે કમિટી મેમ્બર્સની 128 જેટલી મિટીંગ્સ મળી છે. ભારત ડાયમંડ બુર્સ(બીડીબી)મુંબઈની સરખામણીએ સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર 1 ઓફિસ ત્યાંની 4 ઓફિસ જેટલી મોટી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑