देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

ખેડૂતો સાથેનો મોદીનો સંવાદ LIVE:વડાપ્રધાને કહ્યું- કેટલાક લોકો ભમ્ર ફેલાવી રહ્યાં છે કે નવા કાયદાઓથી તમારી જમીન જતી રહેશે, એમની વાતોમાં ન આવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સમ્માન નિધીના હપ્તાના 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અલગ-અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાત કરી રહ્યાં છે.

Abhishek Raghuvanshi25 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સમ્માન નિધીના હપ્તાના 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અલગ-અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાત કરી રહ્યાં છે. અરુણાચલ પ્રદેશના ખેડૂતો સાથે વાત કરતા મોદીએ કહ્યું કે કેટલાક લોકો ભમ્ર ફેલાવી રહ્યાં છે કે નવા કૃષિ કાયદાઓથી તમારી જમીન જતી રહેશે. આવા લોકોની વાતોમાં ન આવો.

આ રાજ્યોના ખેડૂતો સાથે ચર્ચા

અરુણાચલપ્રદેશ
ખેડૂતઃ મને 4 મહિનામાં 2-2 હજાર મળ્યા. પીએમ ફન્ડમાંથી મળેલા પૈસામાંથી ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કર્યું અને FPO બનાવ્યું. ઓર્ગેનિક આદુની ખેતી કરીએ છીએ.
મોદીઃ જે કંપનીઓ તમારી સાથે જોડાઈ છે, તે તમારી પાસેથી આદુ જ લે છે કે જમીન પણ લઈ લે છે. ખેડૂતોએ કહ્યું કે આવું થતું નથી.

ઓરિસ્સા
ખેડૂતઃ 12 માર્ચ 2019ના રોજ ખેડૂતોને ક્રેડિટ મળી. મેં 4 ટકા પર લોન લીધી છે. સાહુકાર પાસેથી 20 ટકા વ્યાજે લોન મળે છે. લોનના પૈસાથી મારા જીવનમાં સુધારો થયો છે. મારી પાસે એક એકર જમીન છે.
મોદીઃ અટલજીની સરકારે ખેડૂતોને ઓછા દરે લોન આપવાની શરૂઆત કરી હતી. અમે આ કામને આગળ વધારી રહ્યાં છે.

તમિલનાડુ
ખેડૂતઃ મને ડ્રિપ ઈરિગેશનથી ઘણો ફાયદો થયો છે. તેનાથી પાણીનો પણ ઘણો બચાવ થાય છે.
મોદીઃ તમે કમાણી તો કરી સાથે માનવ સેવા પણ કરી. તમારી આવક પણ વધી અને જમીનનો ઉપયોગ પણ થયો. તમને આગ્રહ કરીશ કે અન્ય ખેડૂતોને પણ સમજાવો કે પાણીની વધુ જરૂર પડતી નથી.

સરકારની નીતિઓને ખેડૂતો સુધી પહોંચાડવા માટ સરકાર પ્રમુખ મંત્રીઓ પણ અલગ-અલગ રાજ્યોમાં ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં છે.

મંત્રીજગ્યા
અમિત શાહકિશનગઢ ગામ, મહારૌલી, દિલ્હી
નિતિન ગડકરીસિલચર, અસમ
ગજેન્દ્ર સિંહ શેખાવતજેસલમેર, રાજસ્થાન
રવિશંકર પ્રસાદપટના, બિહાર
વીકે સિંહગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ

આજના દિવસને શા માટે પસંદ કરવામાં આવ્યો ?
આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી(BJP) તરફથી કાર્યક્રમ કરાવવામાં આવશે. આ કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રી, BJP શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, મંત્રી, સાંસદો, ધારાસભ્યો સામેલ હશે. ખેડૂતોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન બતાવવામાં આવશે. આ દરમિયાન BJP કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને કૃષિ કાયદાઓને લઈને લખવામાં આવેલા કૃષિમંત્રીના પત્રને વહેંચશે.

દર વર્ષે 6 હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે
વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ અંતર્ગત સમગ્ર દેશના ખેડૂતોને દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી 6 હજાર રૂપિયા 3 હપતામાં આપવામાં આવે છે. અત્યારસુધીમાં 10 કરોડ 96 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ માહિતી પ્રેસ-કોન્ફરન્સમાં આપી છે. તેમણે જણાવ્યું હતું કે PM મોદી કિસાનોને નવા કૃષિ કાયદાઓની ખૂબીઓ પણ બતાવશે. આ કાર્યક્રમ માટે 22 ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશના 2 કરોડ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ખેડૂત આંદોલનનો આજે 30મો દિવસ
કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 30મો દિવસ છે. સરકારે ગુરુવારે વધુ એક પત્ર લખીને ખેડૂતોને વાતચીત માટે દિવસ અને સમય નક્કી કરવાની અપીલ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ખેડૂતોના મુદ્દાને હલ કરવા માટે સરકાર ગંભીર છે, સાથે જ સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ સાથે જોડાયેલી કોઈપણ નવી માગ જે નવા કૃષિ કાયદાઓની સીમાથી બહાર છે, એને વાતચીતમાં સામેલ કરવી એ યોગ્ય નથી. બુધવારે જ ખેડૂતોએ સરકારના અગાઉ મોકલેલા પત્રને નકારી દીધો હતો. તેમણે કહ્યું હતું કે સરકારના પ્રપોઝલમાં દમ નથી, નવો એજન્ડા લાવે પછી વાત થશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑