- નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિતે યોજાયેલા યજ્ઞમાં કોરોનામાંથી મુક્તિની કામના કરાઈ
કતારગામ વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં નવરાત્રિ સમાપ્ત થતાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞનમાં સ્વામિ શતાનંદ દ્વારા લખાયેલા સર્વ મંગલ સ્ત્રોત્રના 1008 નામ મંત્રોથી સંતોએ યજ્ઞ નારાયણને આહુતિ આપી હતી. સાથે જ કોરોનાની મહામારીમાંથી દેશ સાથે વિશ્વને છૂટકારો મળે તેવી પ્રાર્થના કરી હતી.
તહેવારની ઉજવણી સાથે યજ્ઞ
અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, પાપ પર પુણ્યનો વિજય , અત્યાચાર પર સદાચારનો વિજય, અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું આ પર્વ વિશ્વભરના હિન્દુઓ ભક્તિભાવથી ઉજવે છે એમ પ્રભુ સ્વામીએ કહ્યું હતું. યજ્ઞના પ્રારંભે ગણપતિ પૂજન, સરસ્વતી પૂજન, લક્ષ્મી પૂજન બાદ ભગવાન સ્વામિનારાયણના સમયમાં શતાનંદ સ્વામી લખેલ સર્વ મંગલ સ્તોત્ર ના 1008 નામ મંત્રોથી સંતોએ યજ્ઞ નારાયણને આહૂતિ આપી હતી.
મહામારીમાંથી મુક્તિની પ્રાર્થના કરાઈ
ગુરૂકુળમાં યોજાયેલા વિશેષ યજ્ઞમાં કોરોનાનો કઠણ કાળ જલ્દીથી સમાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. યજ્ઞના યજમાન તરીકેની સેવા વાપી નિવાસી હસમુખભાઈ જાવીયાએ સ્વિકારી હતી.
