દુર્ઘટના:સુરતના લિંબાયતમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતાં 8 ગાડી બળીને ખાક, ફાયરે આગ પર કાબૂ મેળવ્યો

By Abhishek Raghuvanshi
1 Min Read
પોલીસે જપ્ત કરેલા વાહનમાં આગ લાગ્યા બાદ દૂર દૂર સુધી ધૂમાડા દેખાયા હતાં.
  • ખુલ્લા પ્લોટમાં પોલીસે મૂકેલા વાહનોમાં આગ ભભૂકી ઉઠી

ખુલ્લા પ્લોટમાં મૂકાયેલા વાહનોમાં આગ લાગી કે કોઈએ ચાંપી તે અંગે તપાસ કરાશે

એક પછી એક વાહન આગની ઝપેટમાં આવ્યા
લિંબાયત સ્થિત નારાયણ નગર પાસે ખુલ્લા પ્લોટમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો મુકવામાં આવ્યા હતા. જો કે કોઈ વાહનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને સાથે રહેલા અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતાં. જોત જોતામાં આગ એટલી વિકરાળ હતી કે 8 જેટલા વાહનોને આગની ઝપેટમાં આવી ગયા હતાં. આગની આ ઘટનામાં રીક્ષા,ટેમ્પો અને ફોરવ્હીલ બળીને ખાખ થઇ ગયા હતાં.

ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

વાહનો સળગી ગયા
ફાયર ઓફિસર દિનુ પટેલએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો જો કે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ વાહનો બળીને ખાક થઇ ગયા હતાં

- Advertisement -
Exit mobile version