દિલ્હી પાસે આવેલા હરિયાણા અને UP બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 25મો દિવસ છે. સરકાર અને ખેડૂત બન્ને તરફથી કોઈ પહેલ ન થવાના કારણે અહીં સમય થોભી ગયો છે. હાલ કોઈ મોટી હલચલ નથી. ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન રોજની જેમ ચાલી રહ્યું છે.
આ બધાની વચ્ચે PM નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ સાહિબ પહોંચ્યા. અહીં તેમણે શિશ ઝુકાવ્યું. તેમનું અહીં આવવાનું પહેલાથી નક્કી ન હતું. તે અચાનક ગુરુદ્વારા પહોંચ્યા હતા.
તો આ તરફ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આજે શહીદી દિવસ મનાવશે. તો આ દરમિયાન ધરણા સ્થળ અને આખા પંજાબમાં શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ઘણા કાર્યક્રમ વિશેષ હશે. ભારતીય ખેડૂત યૂનિયનના ચીફ સેક્રેટરી માંગે રામ ત્યાગીએ આ માહિતી આપી.
સિંધુ બોર્ડર પર પાઘડીનું લંગર
પંજાબથી આવેલા વોલેન્ટિયર્સના એક ગ્રુપે સિંધુ બોર્ડર પર પાઘડી લંગર શરૂ કર્યું છે. અહીં ખેડૂતોને ફ્રીમાં પાઘડી બાંધવામાં આવી રહી છે. વોલેન્ટિયર્સ પાઘડી પણ પોતાની સાથે લાવ્યા છે. એ પણ મફતમાં આપવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે અમે પણ લોકોને જણાવી રહ્યાં છે કે પાઘડી કેવી રીતે બંધાય છે.
ખેડૂતોને ફ્રીમાં ટેટૂ બનાવી આપવામાં આવે છે
પંજાબના એક ટેટૂ આર્ટિસ્ટે આંદોલન વાળા સ્થળે સ્ટોલ લગાવ્યા છે. અહીં ખેડૂતોને ફ્રીમાં ટેટૂ બનાવી આપવામાં આવે છે. ટેટૂ બનાવી રહેલા રવિન્દ્ર સિંહે જણાવ્યું કે, આ પહેલનો હેતું ખેડૂતોને મોટિવેટ કરવાનો છે. આનાથી આ આંદોલન તેમના માટે યાદગાર બની જશે.
રવિન્દ્રએ જણાવ્યું કે, લુધિયાનાથી આવીને ખેડૂતોના હાથ પર ટેટૂ બનાવી રહ્યો છું. આ પણ સમર્થન આપવાની એક રીત છએ. અત્યાર સુધી 30 ખેડૂતોએ ટેટૂ બનાવડાવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકોએ ટ્રેક્ટર, પાક, પંજાબનો નકશો અને મોટિવેશનલ ક્વોટ બનાવડાવ્યા છે.
પંજાબની હોસ્પિટલથી સ્ટાફ પહોંચ્યો
પંજાબની અલગ અલગ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ ખેડૂતોની મદદ માટે પહોંચી રહ્યો છે. તેમનું કહેવું છે કે અમે અહીં ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. લુધિયાણાની એક હોસ્પિટલમાં નર્સ હર્ષદીપ કૌરે જણાવ્યું કે, જો કોઈ બિમાર પડે છે તો અમે તેની સારવાર માટે તૈયાર છીએ.
રાજસ્થાનમાં પણ આંદોલને જોર પકડ્યું
કૃષિ કાયદાના વિરોધમાં રાજસ્થાનમાં પણ 12 ડિસેમ્બરથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. અલવરના શાહજહાંપુર ખેડા હરિયાણા બોર્ડર પર 30×15ફુટના ટેન્ટ શરૂ થઈને તેનો વિસ્તાર હવે લગભગ એક કિમી સુધી ફેલાઈ ચૂક્યો છે.
રાજસ્થાનમાં થઈ રહેલા આંદોલનમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને ખેડૂત પણ સામેલ થયા છએ. તેમના માટે ટેન્ટ લગાડવામાં આવ્યા છે. અહીં રાતનો પારો ચાર ડિગ્રી સેલ્સિયસથી નીચે જવા માંડ્યો છે. ખેતરમાં ઝાકળની બૂંદ જામવા લાગી છે, પણ ખેડૂતો અડગ છે.
