
- ઓક્ટોબર મહિનામાં ત્રિમાસિક ગાળો અને અડધુ વર્ષ પણ પૂર્ણ થતું હોવાથી રિટર્નની ભરમાર
દિવાળીના તહેવારો અગાઉ ઓકટોબરમાં વેપારીઓ મોટાભાગનો સમય રિટર્ન ભરવામાં જ વ્યસ્ત રહે એવી સ્થિતિ છે. કેમ કે, આ મહિનાના 25 દિવસમાં વેપારીઓને કુલ 19 રિટર્ન ભરવાનાં આવ્યાં છે, જેમાં ઉદ્યોગપિત, બિલ્ડર અને વેપારીઓએ જીએસટી, આઇટી અને રેરાની વિગતો આપવાની આવી છે.
આ અંગે સી.એ. અતીત શાહ કહે છે કે, ઓકટોબરમાં સામાન્ય રીતે રિટર્નની ભરમાર એટલા માટે પણ હોય છે કેમકે ત્રિમાસિક ગાળો પૂરો થાય છે અને અડધુ વર્ષ પણ પૂરું થાય છે. કેટલાક રિટર્ન તો એવાં છે કે જે ન ભરવામાં આવે તો ડબલ પેનલ્ટી લાગે છે, જેથી વેપારી એ મુંઝવણમાં છે કે, હાલમાં ધંધો કરીએ કે રિટર્ન ભરીએ?
કાપડ માર્કેટ સહિત દેશભરમાં ખરીદી જામવા માંડી છે ત્યાં આટલા રિટર્ન ભરવાનાં આવ્યાં
GST, IT, રેરા સહિતની વિગત આપવી પડશે, નહીં આપે તો ડબલ પેનલ્ટી
- TDS-TCS પેમેન્ટ’
- જીએસટીઆર 7-8
- જીએસટીઆર-1
- જીએસટીઆર-1 IIF
- જીએસટીઆર-5-6
- ECIC-ઇપીએફ
- ટીડીએસ સર્ટિફિકેટ’
- ટીસીએસ રિટર્ન
- ટીડીએસ સર્ટિફિકેટ’
- સીએમપી-8
- જીએસટીઆર-38
- જીએસટીઆર-5એ
- જીએસટી ચલન
- એઓસી-1
- ટીડીએસ રિટર્ન
- ITR-2023-24
- રિપોર્ટ–10બી-બીબી
- રેરા ઓડિટ’
- KYM ઓફ સી.એ.
ભારે પેનલ્ટીની પણ જોગવાઈ છે
રિટર્ન સમયસર ન ભરાય તો ઓડિટ કેસમાં 5 હજારની પેનલ્ટી અને વ્યાજ લાગે. ટ્રસ્ટના કેસમાં તારીખ ચૂકો તો તમામ ખર્ચા બાદ મળતા નથી.’ > સુનય જરીવાલા, સી.એ.
એક પણ રિટર્ન ટાળી શકાય એમ નથી
સી.એ. નિરજ બજાજ કહે છે કે ઘણાં રિટર્ન એવા છે જે ન ભરે તો પેનલ્ટી લાગે છે. આ ઉપરાંત એકેય રિટર્ન એવા નથી જેને ટાળી શકાય. બધાને ફરજિયાત સમયસર ભરવા જ પડે છે. જો સરકાર તારીખ વધારે તો તે રિટર્ન આવતા મહિને પણ ભરવાનું જ રહે છે.
‘જીએસટીની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે’
હવે દિવાળી સુધી સતત તહેવારો આવશે. કાપડમાર્કેટમાં દિવાળીની ખરીદી દેશભરમાંથી શરૂ થઈ ગઈ છે. ત્યારે વેપારીઓ એવું ઇચ્છે છે કે જીએસટીની વિવિધ મુશ્કેલી દૂર કરવામાં આવે. સતત રિટર્ન ભરવા અને વિગતો આપવામાં ઘણીવાર રિટર્ન ભરવામાં મુશ્કેલી સર્જાય છે.

