
- VNSGUમાં IIT મુંબઇના પ્રોફેસર ચેતનસિંઘે ક્લાઇમેટ ચેન્જ પર વિદ્યાર્થીઓને સેમિનાર આપ્યો
ભારતના જુદા જુદા રાજ્યો અને શહેરોમાં જઇ IIT મુંબઇના પ્રોફેસર ચેતનસિંઘ સોલંકી નાગરિકોને ક્લાઇમેટ ચેન્જ વિશે જાગૃત કરી રહ્યા છે. જેમણે 11 વર્ષ ઘર ન જવાનું પ્રણ લીધું છે ને હાલ તેઓ તેમની સોલર સ્વરાજ બસમાં જ રહે છે. જેઓ હાલ ગુજરાતમાં છે અને ગઇકાલે તેઓ VNSGUમાં પધાર્યા હતા. તેઓેએ બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટના ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓને ક્લાઇમેટ ચેન્જ વિશે જાગૃત પણ કર્યા હતા.

જેમાં તેમણે કહ્યું હતું કે, ‘ ક્લાઇમેટ ચેન્જના કારણે આજે ઘરતીના પર્યાવરણમાં ઘણા ફેરફાર થઇ ગયા છે. જેના લીધે નેચરલ ડિઝાસ્ટર્સ જેમ કે ફ્લડીંગ, ફોરેસ્ટ ફાયર, નોર્થ-સાઉથ પોલના બરફના પીગળવના દરમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે.
તમે જોઇ શકો છો કે પાછલા વર્ષે કેનેડા, બ્રાઝીલના જંગલોમાં લાગેલી આગના કારણે આખા-આખા શહેરના લોકોનું સ્થળાંતર અને પાકિસ્તાનના પુરમાં 1/3 દેશનું ડુબવું એ ક્લાઇમેટ ચેન્જનો પુરાવો છે. આજે આપણા દીન ચર્યાના દરેક ક્ષણમાં અને દેશોના એક બીજાના સબંધોમાં એનર્જી ખૂબ મોટું ભાગભજવે છે.
જ્યારે વાત કરીએ એનર્જીના સોર્સની તો 85 ટકા તે કોલ, પેટ્રોલિયમ અને ગેસથી જ પુરી થાય છે અને આ ત્રણેના વપરાશના કારણે આજે વિશ્વના પર્યાવરણમાં કાર્બનનો પ્રમાણ ઓચીંતો વધી ગયો છે. દરેક વ્યક્તિએ વિચારવું જોઇએ કે આ ક્લાઇમેટ ચેન્જનું કારણ ‘આપણે’ નથી ‘હું’ જ છું. તેથી થાય એટલું ઓછું એનર્જીનો ઉપયોગ કરવું જોઇએ અને સોલર એનર્જીને પ્રમોટ કરવું.

