
- વાત ગામ ગામની:દસ્ક્રોઇના વહેલાલમાં 1251 કિલો પારાનું પારદ લિંગ આવેલું છે
કહેવાય છે કે પારાને વિજ્ઞાન પણ બાધિ ઘનસ્વરૂપ આપી શક્યું નથી. જે કામ વૈજ્ઞાનિકો નથી કરી શક્યા તે આપણા ઋષિમુનિઓ, યોગીઓ હજારો વર્ષ પૂર્વે બાંધતા અને એ ઋષિમુનિઓની પરંપરા આજે જીવંત છે. આજના યોગીઓ, સંતો પણ પારાને પોતાના તપોબળ અને આયુર્વેદિક ઔષધિઓ સાથે અપાર શ્રધ્ધા અને વિશ્વાસના બળે આ કાર્ય સિધ્ધ કરીને બતાવ્યું છે. અમદાવાદથી નરોડા દહેગામ રોડ પર નરોડાથી 12 કિમી દૂર દસક્રોઈના વહેલાલ ગામથી 1 કિમી દૂર પારદેશ્વર ધામમાં 1251 કિલો પારાના શિવલિંગના શિવરાત્રી -શ્રાવણ સહિત બારેમાસ હજારો દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા છે.
પારદ લિંગ પર કરવામાં આવેલ જળાભિષેકના જળનું કેન્સર સહિતના રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. દર્શનાર્થીઓ 1251 કિલો પારદ લિંગના 5 મિનિટમાં દર્શન કરી રહ્યા છે. પરંતુ આ શિવલિંગ પારામાંથી કોણે, ક્યાં હેતુથી ,કેટલા વર્ષો,કેટલી ઔષધિઓનો ઉપયોગ કરી નિર્માણ કર્યું તે કોઇ જાણતું નથી કે જાણવા પ્રયાસ કરતા નથી.1251 કિલો પારાના પારદ લિંગનું સર્જન કરવાનો વિચાર આજથી 30 વર્ષ પૂર્વે વહેલાલ દિવ્યધામ આશ્રમના, દિવ્ય જ્યોત આર્યુવેદીક રિસર્ચ ફાઉન્ડેશનના મા અનંતાનંદ તીર્થને વિચાર આવ્યો હતો.
પારાને સતત 8 વર્ષ સુધી, 40 ઔષધિઓના રસમાં 65 જેટલા અલગ અલગ ખરલોમાં ઘૂંટાયો ત્યારે પારાનું શિવલિંગ નિર્માણ થયેલ. પૂજ્ય મા અનંતાનંદ તીર્થ ના ગુરૂ ગિરનારી બાબા રસશાસ્ત્રના જ્ઞાની હતા તેઓ પાસેથી મા અનંતાનંદ તીર્થને જ્ઞાન પ્રાપ્ત થયેલું અને જ્ઞાન મુજબ પારાનું લિંગ બનાવ્યું હતું.ગિરનારી બાબા પણ ઔષધિઓ બનાવી દર્દી નારાયણ ની સેવા કરતા તેજ રીતેઅહીં 50 વર્ષથી કેન્સરના રોગોની દવાઓ આપે છે.
8 વર્ષ સુધી 65 ખરલોમાં,40 થી વધુ વનસ્પતિઓ અને ઘેટીના દૂધમાં પારો ઘૂંટાયો
પારાને રૂમી સિંગરફમાંથી છૂટો પાડવામાં 8 વર્ષ લાગ્યા હતા . ત્યારબાદ લિબુના રસથી ઘૂંટી સૂકવવામાં આવેલો. બાદમાં ઘેટીના દૂધમાં 7 દિવસ સુધી ઘૂંટી સૂકવી ત્યાર બાદ ડમરુ યંત્રતી ધીમા તાપે દેવામાં આવેલો.પછી 12 કલાક સુધી અગ્નિ આપી શીતળ થયે યંત્ર ખોલી શીતળ પારો કપડાથી ગાળી લેવામાં આવેલ.આ શુદ્ધ પારા પર સંસ્કાર પ્રક્રિયા શરૂ કરાઇ હતી.
40 થી વધુ ઔષધીય રસમાં મહામૃત્યુંજય જપ સાથે પારો ઘૂંટાયો હતો
40થી વધુ ઔષધીય રસમાં મહામૃત્યુંજય જપ સાથે પારો ઘૂંટાયો જેમાં લીંબુ ,બીજોરા ,ચિત્રક સુંઠ,મરી, પીપર સિંધાલુણુ, રાઈ,મૂળા, આદુ કમલપત્ર, કાંજી, હળદ, ઉનીભસ્મ, કડવી તબુડી, ગેટીનું દૂધ, ઇન્દ્રાયણના મૂળ, અંકોલી હરડે,બહેડા, આમળા,અરીઠા, કુવરપાઠા, ભાંગરો, બીલી, લજામણ, સરગવો ,ચમેલીન આંકડા થુંવરનું દૂધ, ધતુરાનો રસ, સર્પાક્ષી, આમલી વાજરની કંકોટી, કરેલ, ચણોઠી, વછનાગ અને લાણોનો સમાવેશ થાય છે.

