
કોરોના મહામારી પહેલાં દોડતી સંખ્યા બંધ એસ.ટી. બસો બંધ કરવામાં આવી છે.જેથી કપડવંજ, કઠલાલ તાલુકાના મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે શાળા કોલેજો તેમજ ધંધા રોજગાર અર્થે અપ ડાઉન કરતાં મુસાફરોને પડતી હાલાકી નિવારવા કપડવંજથી નડિયાદ રૂટની એસટી બસ સેવા શરૂ કરવા મુસાફરોથી માગણી ઉઠવા પામી છે.

વિધાર્થીઓ તથા મુસાફરોને આવવા જવામાં તકલીફ
કપડવંજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના રહીશો આણંદ તથા નડીયાદ ખાતે અભ્યાસ તેમજ નોકરી ,ધંધા રોજગાર અર્થે નિયમીત અપડાઉન કરે છે પરંતુ વિધાનગરથી નડીયાદથી મહુધા, કઠલાલ તેમજ કપડવંજ રૂટ ઉપર હાલમાં કોઈપણ બસ સેવા ચાલુ નથી.આ રૂટ પર હાલમાં એક પણ બસ ચાલુ ન હોવાથી આ રૂટ ઉપર આવેલા તમામ નાના મોટા ગાંમડાના વિધાર્થીઓ તથા મુસાફરોને આવવા જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

કપડવંજથી નડિયાદ તરફની એસ.ટી.બસો સેવા શરૂ કરવા માગણી કરવામાં આવી
જેમાં સૌથી વધારે કપડવંજ, કઠલાલ તેમજ મહુધા તાલુકાના આજુબાજુના ગામડાના મુસાફરોને વિધાનગર થી નડીયાદ,મહુધા, કઠલાલ તેમજ કપડવંજ અવર જવર કરવામાં ઘણી તકલીફો પડી રહી છે. દરરોજના આશરે 300થી 400 લોકો અપડાઉન કરે છે. જેથી કોલેજ તથા ઓફીસ ટાઈમ આવવા જવા માટે નિયમીત બસ ન હોવાથી ખાનગી વાહનોમાં વધારે ભાડું ચૂકવી જોખમી અવર જવર કરવાની ફરજ પડે છે.ત્યારે એસ.ટી.તંત્ર દ્વારા શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને અવર જવર કરવામાં અનુરૂપ સમય મુજબની કપડવંજથી નડિયાદ તરફની એસ.ટી.બસો સેવા શરૂ કરવા માગણી કરવામાં આવી છે.
