
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે એકતાનગર (કેવડિયા) ખાતે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કરશે. ગુજરાતના ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય એવી પ્રથમ ઘટના છે.

કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- ગોલ્ફ કારમાં પ્રધાનમંત્રી SOU ખાતે પહોંચ્યા
- આદિવાસી નૃત્ય અને સંસ્કૃતિક કાર્યક્રમથી કરાયું સ્વાગત
- સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી
- વિદેશમંત્રી એસ.જયશંકર પણ ઉપસ્થિત
- લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનનું લોન્ચિંગ કરશે
- વિશ્વભરના નેતાઓએ વીડિયો દ્વારા આ મિશન માટેની શુભકામના પાઠવી
- આ મિશનથી પર્યાવરણની રક્ષા થશે

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર અને મિનિસ્ટર ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ એન્ડ કોર્પોરેશન ઓફ બોટસવાના ટુ ઇન્ડિયા ડો.લેમોગેંગ કવાપે એ મુલાકાત કરી હતી. આ તબક્કે વૈશ્વિક મુદ્દાઓને લઈને બંને વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.
120 દેશના રાજદૂતો એકતાનગર ખાતે ઉપસ્થિત રહેશે
આ સાથે જ 120 દેશના રાજદૂતો પણ એકતાનગર ખાતે ઉપસ્થિત રહેશે. ત્યારે આ અવસરે 05 જૂન 2022ના રોજ પ્રધાનમંત્રી ના હસ્તે લૉન્ચ થયેલી વૈશ્વિક પહેલ ‘પર્યાવરણ માટે જીવનશૈલી-LiFE ઝુંબેશ’માં ભારતના યોગદાન, પ્રતિબદ્ધતા અને સિદ્ધિઓ પર વર્ણન કરવાનું ચોક્કસ યોગ્ય લાગે. ભારતની સફળતા પર નજર કરીએ તે પહેલા મિશન લાઈફ શું છે અને ભારતનું સ્થાન ક્યાં છે, પર્યાવરણના રક્ષણ-જાળવણી ક્ષેત્રે આપણે કેટલું આગવું સ્થાન ધરાવીએ છીએ, તેની ABCD જાણી લઈએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા LiFEનો વિચાર રજૂ કરાયો હતો
ગયા વર્ષે ગ્લાસગોમાં 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP 26) દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા LiFEનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે, જે ‘વિવેકહીન અને વિનાશક વપરાશ’ને બદલે ‘વિવેકશીલ અને હેતુસર ઉપયોગ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીએ માનવ–કેન્દ્રિત, સામૂહિક પ્રયત્નો અને મજબૂત કાર્યવાહીનો ઉપયોગ કરીને આપણી પૃથ્વી દ્વારા જે પડકારોનો સામનો કરવામાં આવે છે તેના સમાધાન માટે સમયની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો જે ટકાઉ વિકાસને ઉત્તેજન આપે છે.

શું છે મિશન LiFE ?
1લી નવેમ્બર 21ના રોજ ગ્લાસગો ખાતે COP26માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “પર્યાવરણ માટેની જીવનશૈલી (LiFE)ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓના વૈશ્વિક સમુદાયને LiFEને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન તરીકે ચલાવવા માટે હાકલ કરવામાં આવી હતી. LiFEનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાધે અને તેને નુકસાન ન પહોંચાડે. આવા લોકો જે આવી જીવનશૈલી જીવે છે, તેમને “પ્રો–પ્લાનેટ પીપલ” કહેવામાં આવે છે. મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા છે. ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે.

મિશન LiFEનો ઉદ્દેશ્ય
મિશન LiFE વર્ષ 22-23થી વર્ષ 2027-28ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતની અંદર વર્ષ-2028 સુધીમાં તમામ ગામડાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 80% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુ.એન.ઈ.પી.) અનુસાર, જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી એક અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે 20 ટકાનો ઘટાડો થઈ શકે છે.
પર્યાવરણના સંરક્ષણ-સંવર્ધન માટે ભારતની સિદ્ધિઓ
(1) વન ક્ષેત્ર અને વન્યજીવોમાં વધારો
(2) સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતામાં વધારો
(3) ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્ય
(4) પુન:પ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક


