
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે
દેશ 72મો રિપબ્લિક ડે મનાવી રહ્યો છે. રાજપથ પર રિપબ્લિક ડેની પરેડ પણ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપથ પર હાજર છે. આ વખતે બાંગ્લાદેશની ટુકડી પ્રથમ વખત ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લઈ રહી છે. કોરોનાને કારણે આ વખતે પરેડની પદ્ધતિ બદલાઈ છે. 55 વર્ષમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું કે જ્યારે રિપબ્લિક ડે પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ હાજર નથી. આ પહેલાં ભારતમાં 1952, 1953 અને 1966માં પણ ગણતંત્ર દિવસની પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતા.
અપડેટ્સ
- રાજપથ પર ઝાંખીઓમાં સૌથી પહેલી ઝાંખી કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની છે. – આ સિવાય ઉતરપ્રદેશની ઝાંખી પણ ખાસ હતી. તેમાં રામ મંદિરની ઝલક પણ બતાવવામાં આવી છે.
- આ સિવાય ઉતરપ્રદેશની ઝાંખી પણ ખાસ હતી. તેમાં રામ મંદિરની ઝલક પણ બતાવવામાં આવી છે.
- રાજપથ પર પેરામિલિટ્રી અને અન્ય સહાયક દળોની પરેડ પર નીકળી. આ દરમિયાન તટરક્ષક દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, દિલ્હી પોલીસની બેન્ડ, ભારત-તિબેટ સીમા પોલીસના બેન્ડ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનોએ પોતાની તાકાત દેખાડી.
- રાજ્યો પછી કેન્દ્રીય મંત્રાલાયોની ઝાંખીનો નંબર છે. આઈટી મંત્રાલય ઝાંખીમાં રાષ્ટ્રની પ્રગતિ માટે ડિજિટલ ઈન્ડિયા-આત્મનિર્ભર ભારતની થીમ દર્શાવવામાં આવી. ઝાંખીમાં AI રોબોટનું 3D મોડલ દર્શાવવામાં આવ્યું છે. જે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ દ્વારા માર્ગદર્શિત ડિજિટલ ક્રાંતિને દર્શાવે છે.
- 72મા ગણતંત્ર દિવસની પરેડનું એક મુખ્ય આકર્ષણ બાંગ્લાદેશની સૈનિક ટુકડી રહી. એનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ શમૂર શાબાને કર્યું. બાંગ્લાદેશની કોઈ સૈનિક ટુકડીએ પ્રથમ વખત આપણા ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લીધો છે. આ ટુકડીમાં કુલ 122 જવાન સામેલ છે.
- રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ ભારતીય સેનાની ટેન્ક ટી-90. તેને સેનામાં ભીષ્મના નામથી ઓળખવામાં આવે છે.
- આ વખતે પરેડનું નેતૃત્વ લેફ્ટિનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા કરી રહ્યાં છે. તેઓ પરેડ કમાન્ડર છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
ગણતંત્ર દિવસની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન તેમની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રણે સેનાઓના પ્રમુખો પણ હાજર રહ્યા હતા. દરેક વખતે ગણતંત્ર દિવસે શહીદોને આ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

જામનગરની સ્પેશિયલ પાધડીમાં મોદી
વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટના નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા છે. તેમણે સેરેમોનિયલ બુક પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન તેમણે ગુજરાતના જામનગરની રોયલ ફેમિલી દ્વારા ગિફટમાં આપેલી પાઘડી પહેરી હતી.

આજે રાજપથ પર શું-શું ફેરફાર જોવા મળશે ?
- પરેડમાં સામેલ થનારાં ટેબ્લોની સંખ્યા 70થી ઘટાડીને 32 કરવામાં આવી છે. એમાં ટેબ્લો રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોનાં હશે. 9 ટેબ્લો અલગ-અલગ મંત્રાલયોનાં હશે. 6 ટેબ્લો સુરક્ષાબળોનાં હશે.
- પરેડમાં સામેલ તમામ લોકો ફેસ માસ્ક પહેરશે. એન્ટ્રી ગેટ પર પણ તમામનું થર્મલ સ્ક્રીનિંગ થશે અને તમામના હેન્ડ સેનિટાઈઝ કરાવવામાં આવશે.
- પરેડમાં માર્ચ પાસ્ટ કરનારા સૈન્ય કન્ટિજેન્ટમાં 144ની જગ્યાએ 96 લોકો જ હશે.
- સવા લાખ લોકોની જગ્યાએ આ વખતે માત્ર 25 હજાર લોકો જ રાજપથ પર પરેડ જોશે.
- 15 વર્ષથી નાનાં બાળકો અને વૃદ્ધોને રાજપથ પર આવવાની પરવાનગી નથી.
- પહેલાં પરેડ 8.2 કિમી લાંબી થતી હતી. વિજય ચોકથી લાલ કિલ્લા સુધી જતી હતી. આ વખતે 3.3 કિમી લાંબી હશે. વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી જશે.
- બિહારના દરભંગા જિલ્લામાં રહેનારી ભાવના કાંત ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થનારી પ્રથમ મહિલા ફાયર પાઇલટ હશે.
- પ્રથમ વખત રાફેલ જોવા મળશે, એ વર્ટિકલ ચાર્લી ફોર્મેશનમાં ઉડાન ભરશે.
- વીરતા પુરસ્કારોની પરેડ અને બહાદુરી પુરસ્કાર પ્રાપ્ત કરનારાં બાળકો પણ 72મા ગણતંત્ર દિવસે સમારંભમાં નહિ હોય.
- સ્કૂલ અને કોલેજના 100 તેજસ્વી વિદ્યાર્થીઓને બોક્સમાંથી ગણતંત્ર દિવસની પરેડ જોવાની તક મળશે.
પ્રથમ વખત વેક્સિનનાં ટેબ્લો પણ સામેલ થશે
રિપબ્લિક ડે પરેડમાં પ્રથમ વખત સેન્ટ્રલ બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ(DBT)નાં ટેબ્લો સામેલ થઈ રહ્યાં છે. તેમાં ડિપાર્ટમેન્ટ તરફથી કોરોના વેક્સિન વિશે જણાવવામાં આવશે.

