બિલ ગેટ્સે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એન્જિનિયરિંગનું અદ્દભુત ઉદાહરણ ગણાવ્યું હતું.

By Abhishek Raghuvanshi
1 Min Read

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે શુક્રવારે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોઈ અને તેને એન્જિનિયરિંગનું અદભૂત ઉદાહરણ ગણાવ્યું.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોયા પછી ગેટ્સે તેની મુલાકાતીઓની ડાયરીમાં લખ્યું કે તે એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ છે! એકદમ સુંદર! સરદાર પટેલ ને વંદન. આતિથ્ય માટે આભાર.

ગેટ્સ 135 મીટરની ઉંચાઈ પર સ્થિત ગેલેરીમાં ગયા
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ ઉદિત અગ્રવાલ અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેટ્સનું સ્વાગત કર્યું હતું. અધિકારીઓએ ગેટ્સને પ્રતિમા બનાવવાની પ્રક્રિયા અને તેમાં વપરાતી સામગ્રી વિશે જણાવ્યું. ગુજરાત સરકારના એક નિવેદનમાં જણાવાયું છે કે ગેટ્સે 135 મીટરની ઉંચાઈ પર સ્થિત ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.

Exit mobile version