ગુજરાતના આણંદમાં રોડ ક્રોસ કરતી વખતે કારે બાઇકને ટક્કર મારી, પિતાનું મોત; પુત્રની હાલત ગંભીર

By Abhishek Raghuvanshi
2 Min Read

આણંદના તારાપુર-વટામણ હાઈવે પર બપોરના સમયે એક પિતા-પુત્ર બાઇક પર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે પિતા-પુત્રને ટક્કર મારતાં તેઓ ફૂટબોલની જેમ હવામાં પટકાયા હતા. જેમાં પિતાનું મોત નીપજ્યું હતું જ્યારે પુત્રની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે તારાપુર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ તારાપુરના વલ્લીગામમાં અમિતભાઈ દિનેશભાઈ જાદવ રહેતા હતા. બપોરે તેઓ તેમના 9 વર્ષના પુત્ર દર્શન સાથે તારાપુર જવા નીકળ્યા હતા. તેઓ તારાપુર-વટમાન હાઈવે પર ખાનપુર દરગાહ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેમની બાઇકને પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. કારની ટક્કરથી અમિતભાઈ અને તેમનો પુત્ર હવામાં પટકાયા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરે પિતાને મૃત જાહેર કર્યા હતા
બાઇક અથડાતા જ અમિતભાઇ હવામાં ઉડતા માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ થઇ હતી. અકસ્માતની માહિતી મળતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે તારાપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, અમિતભાઈની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અકસ્માત અંગે મૃતકના કાકા અમિતભાઈએ તારાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકના કાકા જગદીશભાઈ જાદવની ફરિયાદના આધારે તારાપુર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
Exit mobile version