સમસ્યાથી લોકોને હેરાનગતિ:RTOમાં અઢી કલાક સુધી સર્વર ડાઉન વાહન અંગેની સેંકડો અરજી અટવાઈ

By Abhishek Raghuvanshi
2 Min Read

આરટીઓમાં સર્વર ડાઉનની સમસ્યા સામાન્ય બની ગઇ છે. રોજ સર્વર ધીમું ચાલતું હોવાની ફરિયાદ હોય છે. શુક્રવારે બેથી અઢી કલાક સુધી સર્વર ડાઉન રહેતા વાહની અરજી કરવામાં વિલંબ થયો હતો. વાહન ટ્રાન્સફર, લોન કેન્સલ, લોન દાખલ, અધર સ્ટેટ સહિતની વાહન સબંધિત અરજીઓ કરવામાં મુશ્કેલી પડી હતી.

સરકાર દ્વારા ઓનલાઇન કામગીરી કરાયા બાદ સર્વરની સમસ્યા વધી ગઇ છે. ખાસ કરીને સવાર 11.00 વાગ્યાથી લઇ બપોરના 3.00 વાગ્યા સુધી સર્વરની સમસ્યા રહે છે. જેના લીધે ઘણીવાર અધિકારીઓને મોડે સુધી કામગીરી કરવી પડે છે. એન.આઇ.સી.દ્વારા સર્વર સંચાલન કરાય છે. જેમાં સમગ્ર દેશના ડેટાની માહિતી હોય છે. સર્વર ડાઉન હોય ત્યારે અરજીઓ સબમિટ થઈ શક્તી નથી. શુક્રવારે પણ સર્વરની સમસ્યાથી હજારો અરજદારો પરેશાન થઇ ગયા હતા.

20 હજાર RC બુક પરત થશે

અરજીઓ સબમિટ થઈ શક્તી નથી. શુક્રવારે પણ સર્વરની સમસ્યાથી હજારો અરજદારો પરેશાન થઇ ગયા હતા.​​​​​​​સુભાષબ્રિજ આરટીઓમાં રિટર્ન આવેલી 20 હજાર આરસીબુક વાહન માલિકોને મળી જાય તે માટે આરટીઓ એ.એમ.પરમારે ટ્વિટ કરી જણાવ્યું છે કે, લિંક પર આરસીબુકનો નંબર નાખી ટ્રેસ કરી શકાશે. આ માટે કોઈ ફી નથી. આરસીબુક લેવા આવે ત્યારે આઇડી પ્રૂફ સાથે રાખવું. આરસીબુક મહત્વનો પુરાવો છે. જેના વગર ઇન્સ્યોરન્સ કે અન્ય કોઇ વાહન સબંધિત કામગીરી થતી નથી. લોકોને વહેલી આરસી બુક આપવા આ માહિતી અપાઈ હતી.

- Advertisement -
Exit mobile version