પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું:અમદાવાદના એરપોર્ટ પર સમર કાર્નિવલ શરૂ, ખાણીપીણી અને રિટેલના 30થી વધુ આઉટલેટ્સ, 100થી વધુ જાતના ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ

By Abhishek Raghuvanshi
1 Min Read

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને 39 ડોમેસ્ટિક અને 19 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ સાથે 9 ડોમેસ્ટિક અને 17 ઈન્ટરનેશનલ એરલાઈન્સ સાથે જોડે છે. ત્યારે ઉનાળુ વેકેશનમાં મુસાફરોને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખરીદી કરવા આકર્ષવા 100થી વધુ જાતના ડિસ્કાઉન્ટ્સ ઉપલબ્ધ કરાયા છે. તેમજ ખાણીપીણી અને રિટેલના 30થી વધુ આઉટલેટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

સમર કાર્નિવલ 2 જુલાઈ સુધી ચાલશે
અમદાવાદ એરપોર્ટ દ્વારા આ વર્ષે સમર કાર્નિવલ 23મી એપ્રિલથી 2 જુલાઈ સુધી ચાલશે. મુસાફરોને માટે ખાણીપાણી અને ખરીદી પર ઓફર આપવામા આવી રહી છે. ઉપરાંત એરપોર્ટ પર સેલ્ફી બૂથ, એન્ગેજમેન્ટ ઝોન અને એન્ગેજમેન્ટ કિઓસ્ક જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમર કાર્નિવલમાં પ્રવાસીઓને ખાદ્યપદાર્થો, પીણાં અને રિટેલના વિવિધ 30થી વધુ આઉટલેટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટના T-1 અને T-2 બંને ટર્મિનલના વિવિધ વિસ્તારોમાં આ સુવિધા હશે.

ખરીદી સરળ બનાવવા QR કોડની વ્યવસ્થા
એરપોર્ટ પર શોપિંગને સરળ બનાવવા એરપોર્ટ દ્વારા મોબાઈલ એપ્લિકેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઝડપી ખરીદી માટે એરપોર્ટ પર QR કોડ રાખવામાં આવ્યા છે. જેને સ્કેન કરવાથી એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા અનેક ઓફર્સ મોબાઈલ પર જાણી શકાશે.

Exit mobile version