પ્લોટ વેચાવી આપવાનું, રોકાણ લાવવાનુું કહી છેતરપિંડી કરી:ધોળકામાં પ્લોટિંગ સ્કીમમાં રોકાણના નામે બિલ્ડર સાથે 39 લાખની ઠગાઈ

By Abhishek Raghuvanshi
1 Min Read

ધોળકાની રોયલ બીચ સિટી ધ ગોવા નામની પ્લોટિંગની સ્કીમમાં 500 પ્લોટ વેચી આપવા કહી તેમ જ રોકાણ લાવવાનું કહી બિલ્ડર સાથે 39 લાખની ઠગાઈ કરનારા ગઠિયાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. સેટેલાઈટમાં રહેતા વિશાલ સાવલિયા રઘુલીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામથી બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનું કામ કરે છે.

બિલ્ડર સાથે 39 લાખની ઠગાઈ કરી
તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, સુરેશ પટેલ અને તેમનો દીકરો વસંત પટેલ તેમના ભાગીદાર છે. 10થી 12 વર્ષ પહેલાં વિશાલભાઈએ રોયલ બીચ સિટી ધ ગોવા નામથી પ્લોટિંગની સ્કીમ શરૂ કરી હતી, જેમાં ફિલ્મ એક્ટર વિવેક ઓબેરોયને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. 2011માં હિમાંશુ પટેલ (અખબારનગર) વિશાલભાઈને મળ્યો હતો. તેણે દોઢ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 500 પ્લોટ વેચાવી આપવાનું કહીને 15 ટકામાં ભાગીદારી કરી હતી, જે પેટે હિમાંશુએ 1.04 કરોડની કિંમતની ઓફિસ વિશાલભાઈને લખી આપી હતી. જ્યારે 24 મહિના સુધી 24 લાખ પગાર લીધો હતો અને 15 લાખનો પ્લોટ વેચી તેની સામે મહેસાણામાં બે ઓફિસ આપવાનું કહી નહિ આપી વિશાલભાઈ સાથે કુલ 39 લાખની ઠગાઈ કરી હતી.

Exit mobile version