RTOએ નવાં વાહનના રજિસ્ટ્રેશનની કામગીરી બંધ કરી દીધી:જુલાઈથી નવાં વાહનોનું રજિસ્ટ્રેશન ડીલરોના માથે થોપવા RTOની તૈયારી

By Abhishek Raghuvanshi
2 Min Read
  • રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અંગે ડીલરોના સ્ટાફને ટ્રેનિંગ પણ અપાઈ

નવા વાહનોના રજિસ્ટ્રેશનની કામગીરી આરટીઓમાં બંધ કરવામાં આવી રહી છે. પહેલી જુલાઇથી વાહન ડીલરોને રજિસ્ટ્રેશનની કામગીરી સોંપાશે. જેના માટે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વાહન ડીલરોના સ્ટાફને વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી રીતે કરવી તેની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જવાબદારી ડીલરોના માથે થોપી
વાહન વેચતા ડીલરો તેનું બિલ, ટેમ્પરરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વીમો અને વાહન માલિકના જરૂરી પુરાવા ઓનલાઇન અપલોડ કરે છે જેની સાથે ટેક્સની રકમ પણ ઓનલાઈન ભરે છે. આ સિસ્ટમ સરળ હોવા છતાં સરકાર કર્મચારીઓનો પગાર બચાવવા માટે હવે નવા વાહનના રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જવાબદારી ડીલરોના માથે થોપી રહી છે. જેના માટે ડીલરના સ્ટાફ મેમ્બરોને નવા વાહનના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની સંપૂર્ણ ટ્રેનિંગ પણ અપાઈ છે.

શંકા જાય તો ડોક્યુમેન્ટ તેમજ સ્થળ તપાસ
જો કે, હાલમાં ચાલતી પ્રક્રિયા પ્રમાણે આરટીઓ ઈન્સ્પેક્ટરને ક્યાંય પણ શંકા જાય તો ડોક્યુમેન્ટ તેમજ સ્થળ તપાસ કરે છે. જ્યારે હાલમાં આરટીઓમાં વાહન રજિસ્ટ્રેશન અને નંબર ફાળ‌વણી ઓનલાઇન થઇ રહી છે. જેમાં ઇન્સ્પેકટર રજિસ્ટ્રેશનને એપ્રુવલ આપે ત્યાર બાદ તેને કાયમી નંબરની ફાળ‌વણી થાય છે. જેથી નવા વાહનના રજિસ્ટ્રેશન પ્રક્રિયા ડીલરોને સોંપી દેવા રાજ્યના વાહન વ્યવહાર વિભાગે તજવીજ હાથ ધરી છે. જેને લઇને અધિકારીઓમાં જ મતમતાંતર છે.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ડીલરોના હાથમાં જવાથી RTO ઈન્સ્પેક્ટરોની કોઈ ભૂમિકા રહેશે નહીં
વાહન ડીલરો વ્હીકલનું રજિસ્ટ્રેશન કરશે. તમામ પુરાવા અપલોડ કરશે. ત્યારબાદ જાતે જ રજિસ્ટ્રેશન કરેલા વાહનની ફાળ‌વણી કરશે. રજિસ્ટ્રેશન અને નંબરની ફાળવણી થઇ ગયા પછી આરટીઓના ઇન્સ્પેકટરો માત્ર વ્હીકલના ડોક્યુમેન્ટથી માંડીને વાહનને લગતા કાગળોની ચકાસણી કરશે. એકવાર રજિસ્ટ્રેશન અને નંબર ફાળવણી થઇ ગયા પછી પુરાવાની ચકાસણી કરાવવાનો કોઇ મતલબ નથી. આરટીઓ ઇન્સ્પેકટરોનો પણ કોઇ રોલ નથી. સાથો સાથ કોઇ સિક્યોરિટી પણ નહીં રહે.

- Advertisement -
Exit mobile version