AMC કમિશનરની બિલ્ડરોને સૂચના:બાંધકામ સાઈટો પર ટ્રકના ટાયરો ધોવાના રહેશે, ટ્રકની અવરજવર માટે આરસીસી રોડ બનાવો

By Abhishek Raghuvanshi
5 Min Read

અમદાવાદ શહેરમાં ધૂળના કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બને છે. હવાના પ્રદૂષણને રોકવા માટે થઈ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક પગલાં લેવા સૂચના આપી છે. શહેરમાં બિલ્ડરો દ્વારા ચાલતી બાંધકામ સાઈટો પર માલ-સામાન લાવવા લઈ જવા માટે જે ભારે વાહનો અને ટ્રકોનો ઉપયોગ કરે છે, તેના પૈડાને નિયમિત સાફ કરવાના રહેશે. બાંધકામ સાઈટ ઉપર ખોદાણની જે માટી નીકળે છે તેનો નિકાલ કરતી ટ્રકો અને ભારે વાહનોના સાઈટ પર પાર્કિંગ માટે આરસીસી પેવિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત બાંધકામ સાઈટથી રોડના 50 મીટર રનિંગ સુધી આંતરિક રોડનું તેઓએ આરસીસી રોડ પેવિગ કરવાનું રહેશે.

બાંધકામ સાઈટ ઉપર ટ્રકોના ટાયરોને નિયમિત ધોવાના રહેશે
સાઇટ પર ઉડતી ધૂળો અને રોડ પર બાંધકામો વાહનો દ્વારા રોડ પર માટીના કારણે થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને સૂચના આપી છે. જે પણ બાંધકામ સાઈટ ઉપર ખોદાણ થતું હોય અને બાંધકામ ચાલુ હોય ત્યાંથી માલ-સામાન લાવવા, લઈ જવા અથવા ખોદાણની માટી નીકળતી હોય છે તે લઈ જવા ટ્રકોનો ઉપયોગ થતો હોય છે. ટાયરોમાં માટી ભરાઈને રોડ ઉપર આવે છે, જેના કારણે રોડને અને ફૂટપાથને નુકસાન થતું હોય છે. રોડ પર માટીના કારણે ધૂળ ઉડે છે અને લોકોના આરોગ્યને નુકસાન થાય છે. જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર કરી અને બાંધકામ સાઈટ ઉપર ટ્રકોના ટાયરોને નિયમિત ધોવાના રહેશે, સાઈટ ઉપર આરસીસી પાર્કિંગ બાંધકામ અને આંતરિક રોડનું 50 ટકા રનિંગ મીટર સુધી આરસીસી પેવિંગ કરવા માટેનો સૂચના આપી છે.

શરતોનો ભંગ કરનારની રજાચિઠ્ઠી રદ થશે
એસ્ટેટ વિભાગના ઝોનલ સ્ટાફ દ્વારા મોર્નિંગ રાઉન્ડ દરમિયાન અને નિયમિતપણે જે પણ વોર્ડ અને ઝોનમાં બાંધકામ ચાલતી હોય તેવી સાઈટોની નિયમિત મુલાકાત લેવાની રહેશે. જે સરક્યુલર કરવામાં આવેલા છે, તેનું નિયમિતપણે પાલન થાય તેની સૂચના અને નોટિસ આપવાની રહેશે. જો કોઈપણ શરતોનો ભંગ થતો હોય તો આવા બાંધકામ સાઈટના બિલ્ડરને નોટિસ આપી અને તેની રજાચિઠ્ઠી રદ કરવા સુધીના કડક આદેશ પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપી દેવામાં આવ્યા છે.

પર્યાવરણની જાળવણી અંગે સાઇટ પર પૂરતા પગલા લેવા
ફેબ્રુઆરી મહિનામાં પણ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા પરિપત્ર કરી એસ્ટેટ વિભાગને તાકીદ કરવામાં આવી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ચાલુ બાંધકામની સાઇટ (Ongoing Construction Site) પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે સાઇટ પર પૂરતા પગલા લેવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત માલિક/ડેવલપર/એન્જિનિયરની છે. જેમાં બાંધકામ ડીમોલીશનની પ્રવૃતિ થતી હોય તે જગ્યા પર હવા પ્રદૂષણ થાય નહીં તથા તેમજ રોડ પર માટી ન ફેલાય તેમજ આજુબાજુની મિલ્કતો વ્યક્તિઓને નુકશાન થાય નહીં તે માટે તકેદારીનાં ભાગરૂપે બાંધકામ સ્થળ ૫૨ નીચે દર્શાવ્યા મુજબનાં પગલા જે-તે બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા લેવામાં જોઈએ અને તેનું પાલન કરવાનું રહેશે.

- Advertisement -

બાંધકામ કરનાર બિલ્ડરે ધ્યાનમાં રાખવાના મુદ્દા

  • • ચાલુ બાંધકામની સાઈટ ઉપર રજાચિઠ્ઠીમાં જણાવેલી શરત મુજબ પ્લોટની હદે સલામતી હેતુસર બેરીકેડ (પતરાની વાડ), ઉપરાંત ઊડતી ધુળ અટકાવવા માટે બાંધકામની ઊંચાઈનાં સાપેક્ષમાં પર્યાપ્ત ઊંચાઇ સુધીના પડદા વિન્ડશિલ્ડ બેરીકેટીગની વ્યવસ્થા કરાવવાની રહેશે.
  • • ચાલુ બાંધકામની સાઈટ ઉપર ઈમારતી માલસામાન કાટમાળનાં કારણે ધુળ રજકણો ઉડે નહીં તે માટે સાઇટ તથા લુઝ મટિરિયલ યોગ્ય કપડા ઢાંકી શકાય તેવા મટિરિયલ્સ વડે વ્યવસ્થિત ઢાંકેલ રાખવાના રહેશે. તેમજ વાતાવરણમાં ભળી નુકશાન કરતા ડસ્ટ લુઝ મટિરિયલ્સના ઉડતા રજકણો વાળી જગ્યામાં પાણીનો છંટકાવ કરી યોગ્ય રીતે ઢાંકીને(Cover કરીને) રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે.
  • • ચાલુ બાંધકામની સાઈટ ઉપર આંતરિક અવર-જવર માટેનાં રસ્તાઓ યોગ્ય પેવિંગ કરેલા હોય તે સુનિશ્ચત કરાવવાનુ રહેશે.
  • • ખોદાણ ચાલુ હોય તેવી સાઈટો ઉપર તથા ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ટ્રક વ્હીકલના ટાયરોમાં ચોંટેલી કિચડ માટીના કારણે રસ્તા પર પણ તે વાહનો જતા રોડ પર માટીના કારણે અસ્વચ્છતા થાય નહીં તે માટેનું ખાસ ધ્યાન રાખીને યોગ્ય જોગવાઇ કરાવવાની રહેશે.
  • • જાહેર રસ્તા પરથી બાંધકામની સાઇટ પર તેમજ બાંધકામની પ્રવૃતિ સાથે સંકળાયેલ ડમ્પરો, ભારે ટ્રક સહિતના સાધનો વાહનો વગેરેના ટાયર પૈડાના ધોવાની સફાઇની પુરતી વ્યવસ્થા સ્થળે કરાવાની રહેશે. તેમજ આવા વાહનોને કારણે મ્યુનિસિપલ રસ્તા તથા ફુટપાથ વગેરે મ્યુનિસિપલ મિલક્તને નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવાની રહેશે.
  • • બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા મજૂરો માટે સેનીટેશન વ્યવસ્થા હંગામી આવાસો રાંધણગેસ (એલ.પી.જી)ની વ્યવસ્થા કરાવવાની રહેશે. તથા કિચનવેસ્ટ વગેરેનો યોગ્ય નિકાલ થાય તે મુજબનું આયોજન કરવાનું રહેશે.
  • • બેઝમેન્ટના ખોદાણકામ બાંધકામ દરમિયાન સલામતીને ધ્યાને લઇ યોગ્ય રીતે Shoring/Shuttering વગેરે સ્થળ સ્થિતિ અનુસંધાને જરૂરીયાત મુજબની કાર્યવાહી કરાવવામાં આવે તેની તકેદારી રાખવાની રહેશે.
  • • Construction debries (કાટમાળ), C&D wasteનો નિકાલ Designated collection Centreમાં જ કરવાનું રહેશે.
  • • Excavated Earth/Topsoilનો ઉપયોગ મહદ્અંશે પ્લોટમાં (Garden, Horticulture, landscape)માં થાય તે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.
  • • બિલ્ડીંગ મટિરિયલ્સ કે અન્ય માલસામાન કાટમાળ વગેરે પ્લોટની બહાર કે રસ્તા પૈકીની જગ્યા ઉપર મૂકવામાં આવે નહીં તેની તકેદારી રાખવાની રહેશે.
Exit mobile version