- સરકારે સ્વીકાર્યું કે, આ રોડના કામમાં ડામરની જાડાઈ તથા તેના પ્રમાણમાં વધઘટ હતી
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે પણ સ્વીકાર કર્યો કે, 25 જિલ્લાના 54માંથી 31 રોડમાં ડામરની જાડાઈ અને ડામરના પ્રમાણમાં ઘટ જોવા મળી હતી. એટલે કે રોડ બનાવવામાં હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ થયો હતો. આ ઘટસ્ફોટ થયા પછી 38 જેટલા મદદનીશ અને અધિક એન્જિનિયરોની બદલી કરી તેમના મૂળ સ્થાનેથી દૂરના સ્થળોએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
રોડમાં ડામરની જાડાઈ અને ડામરના પ્રમાણમાં ઘટ જોવા મળી
આ ઉપરાંત 119 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી હેઠળ કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. જ્યારે જે જે રોડમાં ગુણવત્તાનો પ્રશ્ન સામે આવ્યો ત્યાં ટેન્ડરના સ્પેસીફિકેશન મુજબ ફરીથી કામ કરવા માટે કોન્ટ્રાક્ટરોને પણ નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે.
54 જેટલા રોડના ક્વોલિટી ઇન્સ્પેક્શન કર્યા
આ અંતર્ગત રૂ.5.83 કરોડના રોડના કામો નવેસરથી 12.61 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરો પાસે કરાવવામાં આવી રહ્યા છે. જેની કામગીરી હાલ ચાલી રહી છે. અત્યાર સુધી 5.79 કરોડની કામગીરી કોન્ટ્રાક્ટરોના ખર્ચે કરાવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લાઓના 54 જેટલા રોડના ક્વોલિટી ઇન્સ્પેક્શન કર્યા હતા. જેમાં ગોબાચારી બહાર આવી હતી.
