શારજાહ ફ્લાઇટમાં બે લાખ દિરહમ જપ્ત:સુરત એરપોર્ટ પર ચોપડાં-કપડાંમાં સંતાડાયેલા 2 લાખ દિરહમ જપ્ત

By Abhishek Raghuvanshi
1 Min Read
  • દુબઈથી સોનું લાવવા શારજાહ ફલાઇટ ઝડપાયો
  • ભારતીય ચલણમાં મૂલ્ય 24 લાખ, DRIએ તપાસ શરૂ કરી

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા એરપોર્ટ પરથી શારજાહ ફ્લાઇટમાં બે લાખ દિરહમ એટલે કે રૂપિયા 45 લાખ લઇ જનારા એક વ્યક્તિને ઝડપી પાડયો હતો. ઊંડાણપૂર્વકની તપાસમાં યુવકે કહ્યુ હતુ કે તે સોનુ ખરીદવા માટે આ ચલણ શારજાહ લઇ જઇ રહ્યો હતો.

દિરહમ તેણે પુસ્તકો અને કપડામાં ઉપરાંત બેગમાં સંતાડયા

બે લાખ દિરહમ તેણે પુસ્તકો અને કપડામાં ઉપરાંત બેગમાં સંતાડયા હતા. આ દિરહમ તે ક્યાંથી લાવ્યો, સમગ્ર કાંડમાં બીજુ કોણ-કોણ સામેલ છે તેની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. ડીઆરઆઇના સૂત્રોએ આપેલી માહિતી મુજબ શારજાહ જતી ફલાઇટમાં ઉન ખાતે રહેતો એક યુવક બે લાખ દિરહમ લઇ જઇ રહ્યો હોવાની માહિતી મળી હતી.

દિરહમ લઇને તે દુબઇ જવાનો હતો
આથી ડીઆરઆઇ ટીમ એરપોર્ટ પર ગોઠવાઈ ગઈ હતી અને જેવો એ યુવક દેખાતા તેની તપાસ કરવામાં આવી હતી. તેની પાસેની બેગ ચેક કરવામાં આવતા તેમાં કપડા અને ચોપડીઓ હતી. જેમાં દિરહમ સંતાડવામાં આવ્યા હતા. પુછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતુ કે દિરહમ લઇને તે દુબઇ જવાનો હતો અને ત્યાંથી સોનુ લાવવાનો હતો. હાલ દિરહમ જપ્ત કરીને ડીઆરઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
Exit mobile version