બાળ અધિકાર આયોગની લાલ આંખ:ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી 51 રિક્ષા-વાનને 6 લાખનો દંડ

By Abhishek Raghuvanshi
1 Min Read

બાળકોને ઠાંસી ઠાંસીને ભરતી 51 સ્કૂલ વાન-રિક્ષાના ચાલકો પાસેથી 6 લાખનો દંડ વસૂલાયો છે. આ બાબતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગને ફરિયાદ મળતાં તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ આ બાબત કલેક્ટર પાસે પહોંચતા તેમણે આરટીઓને દર મહિને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવા માટે આદેશ કર્યો હતો. જેથી ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસમાં આરટીઓએ બાળકોને ઠાંસી ઠાંસીને ભરતા 51 સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી હતી. એટલું જ નહીં, આરટીઓએ તમામ ચાલકો પાસેથી રૂ. 6 લાખ સુધીનો દંડ પણ વસૂલ્યો હતો.

Exit mobile version