પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ પણ વાંચનની સાથે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી:પ્રજ્ઞાચક્ષુએ લેપટોપમાં વિષયગત રેકોર્ડિંગ સાંભળી પરીક્ષા પાસ કરી

By Abhishek Raghuvanshi
2 Min Read
  • ખુશાલ ચૌહાણે સીબીએસઈ ધોરણ 10માં 61.6 ટકા મેળવ્યા

સીબીએસઈના ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરાનો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ પણ વાંચનની સાથે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. આગ‌‌ળ અભ્યાસ પુર્ણ કરીને શિક્ષક બનવા માગી રહ્યો છે. તેના પરિવારના સહકાર સાથે વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરી છે.

શહેરની ખાનગી શાળામાં અભ્યાસ કરતો ખુશાલ ચૌહાણે ધોરણ 10માં 61.6 ટકા સાથે પરીક્ષા પાસ કરી છે. વિદ્યાર્થીએ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપી હતી. પરંતુ કોઈપણ પ્રકારનો ડર નહોતો. કારણ કે બે વર્ષ અગાઉ તેની પ્રજ્ઞાચક્ષુ બહેને પણ ધોરણ 10 પાસ કર્યું હતું. હવે જ્યારે ખુશાલે પરીક્ષા આપી તે સમયે તેને રાઈટર આપવામાં આવ્યા હતો. તેને પરીક્ષા લખવામાં સહાય મળી હતી. તો ખુશાલ અને તેની બહેન બન્ને લેપટોપ પર અભ્યાસ કરતા હતા. જેમાં એક સોફ્ટવેર રાખ્યું હતું. જેમાં તેના દ્વારા લખવામાં આવતા વાક્યોનું રેકોર્ડિંગ થઈ જતું હતું અને તેને સાંભળીને જ તેણે અભ્યાસમાં સતત વાંચન કર્યું હતું. બીજી તરફ વિદ્યાર્થીને પરીક્ષા આપતા સમયે કોઈપણ ટેન્શન રાખ્યા વગર ફક્ત અભ્યાસમાં જ ધ્યાન આપતા આ પરિણામ મળ્યું છે.

વિદ્યાર્થીએ તેના અભ્યાસની મદદ માટે એક રેકોર્ડર રાખ્યું છે. જેના પર 12 કલાક જેટલો સમય તે તેના દ્વારા કરાયેલા અભ્યાસક્રમના રેકોર્ડિંગની મદદથી ધ્યાન રાખી રહી હતી. તો વિદ્યાર્થી ખુશાલ શાહે પરિણામ બાદ જણાવ્યું હતું કે, લેપટોપ પર ટોપીક્સને રેકોર્ડ કર્યા બાદ તેના માટે વાલીની મદદ પણ મળી હતી. આગળ અભ્યાસ કરીને શિક્ષક બનવાની ઈચ્છા છે અને તે માટેના પ્રયત્નો કરતો રહીશ.

Exit mobile version