- વર્ષ 2022માં KSN કણસાગરા કોલેજનું ગ્રૂપ બનાવી તેમાં સનદ માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર, આન્સર કી મુકાયા હતા
- ઉમેદવારને હતો ડર | પેપર મને પર્સનલમાં મોકલો મારી ટીમ સોલ્વ કરી દેશે, ગ્રૂપમાં નહિ મૂકું ફસાઈ જઇશ!
વકીલાત કરવા માટે સૌથી મહત્ત્વની અને અઘરી ગણાતી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનમાં પેપર ફોડીને પાસ કરાવવાનો પર્દાફાશ ભાસ્કરે કર્યો છે. આ તપાસ દરમિયાન જોવા મળ્યું હતું કે, ગ્રૂપમાં જોડાયા બાદ જ પરીક્ષામાં પેપર ફોડવા માટે મોબાઈલ અંદર લઇ જવો, વોશરૂમમાં જવું, આન્સર જોવી સહિતની ચર્ચાઓ શરૂ જ થઈ ગઈ હતી. આ જ બાબત જિગ્નેશ જોશીએ પણ પરીક્ષાની પૂર્વ રાત્રીએ જણાવ્યું હતું. આ કારણે શંકા એ હતી કે અગાઉ પણ આવું જ થતું હોવું જોઈએ.
ગત વર્ષે લેવાયેલી બીસીઆઇની પરીક્ષાનું પેપર પણ ફૂટ્યું હોઇ શકે
આ શંકાને આધારે ભાસ્કરે ગ્રૂપમાં ચર્ચા કરી હતી અને અન્ય લોકો સાથે પણ વાત કરી હતી કે, ગત વખતે કઈ રીતે પેપર બહાર આવ્યું હતું. તે ચર્ચા દરમિયાન જ ગત વર્ષે પેપર ફૂટ્યાની વાત મળી હતી અને સ્ક્રીનશોટ પણ મળ્યો હતો. જેમાં પેપર 10 વાગ્યે શરૂ કરાયું હતું પણ તેની આન્સર કી 10.41ના જ મૂકી દેવાઈ હતી. આ કારણે એવી પૂરી શંકા છે કે, ગત વર્ષે લેવાયેલી બીસીઆઇની પરીક્ષાનું પેપર પણ ફૂટ્યું હોઇ શકે. જો કે આ મુદ્દે તપાસ થવી જરૂરી છે.
પાસ થવાની ઈચ્છા ધરાવતા લોકો અને કેટલાક સિનિયર ગ્રૂપમાં અનેક ચર્ચા કરતા
પેપર ફોડીને પાસ થવાની ઈચ્છા ધરાવતા લોકો અને કેટલાક સિનિયર ગ્રૂપમાં અનેક ચર્ચા કરતા હતા. આ પૈકી ફોન નંબર 9974215839 ધરાવતા અને સ્ટેટ્સમાં માધવ એસોસિએટ નામ રાખેલી વ્યક્તિએ મેસેજ મુક્યો હતો કે, જે ફોન સાથે લઈ જાય તેઓ મને પર્સનલમાં પેપર નાખી દેજો, મારી 10 મેમ્બરની ટીમ છે હું આન્સર જે લોકો મોકલશે એને મોકલી આપીશ આ મેસેજ મૂકતા ધાર્મી ભાયાણી નામની વ્યક્તિએ ગ્રૂપમાં મૂકવાનું કહ્યું તો તે શખ્સે લખ્યું કે, ગ્રૂપમાં હું ફસાઈ જઉં એટલે જેની પાસે પેપર આવે એ મને પર્સનલમાં મોકલજો.
બારની ચૂંંટણીમાં યુવા મતદારોનું સમર્થન મળે માટે કૌભાંડ કર્યાની શંકા
આ પેપર ફોડવા માટે કોઇ આર્થિક લાભનો ઇરાદો નહોતો, પરંતુ પરીક્ષાર્થી આ પરીક્ષા પાસ કરેતો બાર એસોસિએશન સહિતની ચૂંટણીમાં મતદાન કરી શકે, એડવોકેટ જિગ્નેશ જોશી બાર એસોસિએશનની ચૂંટણી લડતા હોય તેમને વધુમાં વધુ મતદારો મળે તે માટે તેમણે પેપર ફોડીને કાળા હાથ કર્યા હતા.
પરીક્ષા બાદ જિગ્નેશ જોશીને પરીક્ષાર્થીઓ પગે લાગ્યા
પરીક્ષામાં વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી આન્સર કી પહોંચાડવાની જવાબદારી સંભાળનાર જિગ્નેશ જોશી એ ગ્રૂપમાં જોડાયેલા પરીક્ષાર્થીઓને કહ્યું હતું કે, પરીક્ષા પૂરી થયા બાદ પોતે રેસકોર્સ રિંગ રોડ પર ચાની હોટેલ મળી શકશે, પરીક્ષા પૂરી થયા બાદ બપોરે 2 વાગ્યે જિગ્નેશ જોશી ત્યાં હાજર હતા અને પરીક્ષાર્થીઓ પૂરી કરીને ત્યાં પહોંચતા હતા, પરીક્ષામાં મદદ કરનાર જિગ્નેશ જોશીને અનેક પરીક્ષાર્થીઓ પગે લાગતા હતા તો કેટલાકે તેમની સાથે સેલ્ફી લઇને પોતાની ખુશી અને જિગ્નેશ જોશી તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
પેપર સેટ C માટે ગ્રૂપમાં મૂકેલી આન્સર કી
| 1) | D | 28) | A |
| 2) | B | 29) | A |
| 3) | B | 30) | D |
| 4) | A | 31) | A |
| 5) | D | 32) | D |
| 6) | D | 33) | C |
| 7) | A | 34) | A |
| 8) | C | 35) | A |
| 9) | B | 36) | B |
| 10) | A | 37) | D |
| 11) | C | 38) | A |
| 12) | B | 39) | D |
| 13) | A | 40) | D |
| 14) | A | 41) | D |
| 15) | C | 42) | A |
| 18) | B | 43) | C |
| 19) | A | 46) | A |
| 20) | C | 47) | C |
| 21) | D | 51) | A |
| 22) | D | 53) | A |
| 23) | C | 58) | B |
| 24) | D | 59) | C |
| 25) | A | 60) | B |
| 27) | A | 61) | A |
ચાલાકી | ગ્રૂપમાં પુરાવાના નાશ માટે ઓટો ડિલીટ ફીચર ચાલુ રાખ્યું
વોટ્સએપ ગ્રૂપમાં કોઇપણ પ્રકારના પુરાવા ન રહે તે માટે ઓટો ડિલીટ ફીચર ચાલુ કરાયું હતું. જેમાં મેસેજ માત્ર 24 કલાકમાં ઓટો ડિલીટ થઈ જતા હતા. આ કારણે ભાસ્કરે સતત સક્રિય રહીને પુરાવા એકત્ર કર્યા હતા. છેલ્લે ચારેય ગ્રૂપના એડમિનો અને ટેલિગ્રામ ગ્રૂપમાં પણ ચેટ ડિલીટ કરવા પણ સૂચના આપી હતી.
પેપર ફોડનારાઓ વચ્ચે આ પ્રકારે ગ્રૂપમાં થયા સંવાદ
- બધાયને હેલ્પ કરજો જેથી પાસ જઈ જાય.
- આન્સર કી આવે એટલે સેન્ડ કરજો પહેલા પછી લખજો.
- બેય શૂઝમાં એક એક ફોન રખાય, પછી કહેવાય હુ હેન્ડિકેપ છું!.
- કોઇ કહી શકે વીવીપી કેવી સ્ટ્રિક્ટ કોલેજ છે?, જેવી હોય તેવી લડી લેવાનું છે.
- કઈ સ્ટ્રિક્ટ નથી કોઇ ટેન્શન ન લો, 2 લાખ વિદ્યાર્થી છે, રાજકોટમાં ચાર સેન્ટર છે.
- બધા મોબાઈલ લઈ જજો 11.30થી 12 વચ્ચે આન્સર કી આવશે ટેલિગ્રામમાં.
- ફાઈનલ ટાઈમ જીગાભાઈ જોશી ટેલિગ્રામમાં કહેશે, 50 જ જવાબ આવશે.
- 2 સીમ વાળો મોબાઈલ લઈ જજો, લાભુભાઈ કોલેજમાં નેટવર્કનો ઈસ્યૂ છે.
- કોઇ ચેક નહિ કરે, ખાલી ઉપર ઉપરથી જોશે.
આર.એસ. કેમ્પસ ઠક્કરનગર(અમદાવાદ)માં આવતા કોઇ વ્યક્તિ જવાબ પૂછે તો ગુસ્સે ન થતા, આગળ વધવામાં મદદ કરજો { સૌનો સાથ સૌનો વિકાસ, આને ધ્યાનમાં રાખીને પાસ કરવાની છે એક્ઝામ { બધા એકસાથે બાથરૂમમાં જશું તો ખબર પડી જશે! { ક્લાસમાં સુપરવાઈઝરને કહી દેવાનું કે સાહેબ મને પથરીની બીમારી છે, મારે ઘણી વાર જવું પડશે { મિત્રો એક વાત છે પેપર ફૂટ્યું તે રીતે વાઇરલ કરાય નહિ, જો ન કરે નારાયણ ને કઈ થાય તો વાર ન લાગે ફસાતા, ખોટી રીતે વાઇરલ ન કરતા
પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન થયેલા સંવાદ
પેપર પ્રિન્ટ જલદી મોકલો { ડી પેપર છે કઈ રીતે મોકલું? આ ગ્રૂપમાં મોકલાતું નથી { જેની પાસે પેપર હોય તે સેન્ડ કરો { સેટ ડી પ્રશ્ન 43 બી, પ્રશ્ન 56 સી, પ્રશ્ન 48 બી { ગ્રૂપમાં ફોટો નથી જતા { પેપર મોકલો, સોલ્વ થાય છે અહીં, વોટ્સએપ કરો { મિત્રો આમ છૂટક છૂટક જવાબ ન મોકલો, જિગ્નેશ સર મોકલે એ મુજબ ચાલો
