પાકીસ્તાનના યશની બંદરેથી ડ્રગ્સનો જથ્થો મોકલાયાનું ખુલ્યું:ઓખાનું ડ્રગ્સ ઉ. ભારત મોકલવાનું હતું

By Abhishek Raghuvanshi
2 Min Read
  • પાકીસ્તાનના યશની બંદરેથી નશીલા પદાર્થનો જંગી જથ્થો મોકલાયાનું ખુલ્યું
  • 425 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા 5 ઈરાનિયનના રિમાન્ડ મેળવાયા, ઘનિષ્ઠ પૂછતાછ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી 185 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડ તથા એટીએસની ચુનંદા ટીમ દ્વારા સંયુકત ઓપરેશનમાં ઇરાનની બોટને પકડી પાડીને રૂ. 425 કરોડના 61 કિલો ડ્રગ્સના જથ્થા સાથે પાંચ ઈરાની ખલાસીઓની અટકાયત કરી હતી.

આ ડ્રગ્સના જથ્થા સહિતના પાંચેય ખલાસીઓને કોસ્ટગાર્ડ કચેરીમાં ખસેડી એટીએસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની પ્રાથમિક પુછપરછ હાથ ધરાતા અમુક ચોંકાવનારા ખુલાસા થયા છે.જે ડ્રગ્સનો જથ્થો સાગરકાંઠે ડીલેવરી કરી પછી ઉકત નશીલો પદાર્થ વાહનો મારફતે ઉતર ભારતમાં સપ્લાય કરવાનો કારસો હોવાનુ પણ પ્રાથમિક પુછપરછમાં ખુલ્યુ છે.

નશીલો પદાર્થ વાહનો મારફતે ઉતર ભારતમાં સપ્લાય કરવાનો કારસો

એટીએસના વડા દીપેન ભદ્રન તથા એસપી સુનિલ જોશી તથા સ્ટાફ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડને સાથે રાખીને કરાયેલા આ સયુંકત ઓપરેશનમાં 61 કિલો જથ્થો આંતરરાષ્ટ્રીય કિંમત 427 કરોડનો માલ પકડી લેવાયો હતો જે ડ્રગ્સ ઇરાનના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા ગુલામ બલોચીનુ હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું.જે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના યશની બંદરેથી પાંચ ઈરાની ખલાસીને સાથે રાખી મોકલવામાં આવ્યો હતો.

- Advertisement -

ડ્રગ્સ માફિયા ગુલામ બલોચીનુ હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું
જયારે રૂ. 427 કરોડના ડ્રગ્સનો આ જથ્થો ભારતમાં ઘુસાડયા બાદ ગુજરાતમાં કોઈક સાગરકાંઠા વિસ્તારમાં સ્થાનિકોને આ માલની ડિલિવરી કરીને આ માલ પછી વાહનો મારફતે ઉત્તર ભારતના વિસ્તારોમાં સપ્લાય કરવા આયોજન હોવાનું પણ પૂછપરછમાં બહાર આવ્યું છે.

પાંચેય શખ્સોની એટીએસ દ્વારા જીણવટભરી પૂછપરછ
​​​​​​​એટીએસ-કોસ્ટ ગાર્ડના જોઇન્ટ ઓપરેશનમાં દબોચી લેવાયેલા ઈરાનના મોહસીન અયુબ બ્લોચ, અસગર રિયાઝ બ્લોચ, ખુદાબક્ષ હાજીહાલ બ્લોચ, રહીમબક્ષ મિલાબક્ષ બ્લોચ અને મુસ્તફા આદમ બ્લોચ સહિતના પાંચેય શખ્સોની એટીએસના અધિકારીઓ દ્વારા જીણવટભરી પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરાઈ છે. આ પાંચેય ઇરાનીયન શખસોના રીમાન્ડ મેળવી સધન પુછતાછ હાથ ધરી છે.

રીસીવરનો ઇંતજાર કરતા’ તાને પકડાયા
પ્રાથમિક પુછપરછમાં પકડાયેલા ખલાસીઓએ જણાવ્યુ હતુ કે ,ગત 2જી માર્ચના રોજ તેઓ પાકિસ્તાનના યશની બંદરેથીઆ માલ લઈને નીકળ્યા હતા. જે બાદ ઓખાથી 185 નોટિકલ માઈલ દૂર આંતરરાષ્ટ્રીય જળસીમાં પર ગુજરાતમાંથી આવનાર ડિલિવરી બોટની રાહ જોતા હતા. જોકે, એટીએસ તથા કોસ્ટગાર્ડની ટીમે તમામને દબોચી લીધા હતા.

Exit mobile version